ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1ની નોંધાઈ
Earthquake News: જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધવામાં આવી હતી. આજે ઉત્તરી જાપાનના ઇવાતે અને ઓમોરી (Iwate and Aomori) પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ, નવા વર્ષે પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂંકપમાં 50થી વધુ લોકોના મોત થયા હતા.
લોકોને તેમના ઘરોથી દૂર રહેવા ચેતવણી
ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ચેતવણી જાહેર કરીને કેટલાક વિસ્તારોમાં લોકોને તેમના ઘરોથી દૂર રહેવા જણાવ્યું હતું. જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાનની કોઈ માહિતી નથી. હવામાન વિભાગે સુનામીને લઈને કોઈ એલર્ટ જાહેર કર્યું નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યાનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતના ઉત્તરીય તટીયમાં હતું.
આ કારણે ભૂકંપ આવે છે
પૃથ્વીની અંદર સાત પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર ટકકરને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે અને નીચેની ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. આ દરમિયાન જે ડિસ્ટર્બન્સ થાય છે તે પછી ભૂકંપ આવે છે.