કોંગોમાં રહસ્યમય રોગથી 53નાં મૃત્યુ : રોગનાં લક્ષણો દેખાયા પછી 48 કલાકમાં જ મૃત્યુ થાય છે
- વ્હુ એ ટેસ્ટ શરૂ કર્યા છે, તે રોગ ઇબોલા કે માર્બગ નથી, કેટલાક કેસ મેલેરિયા પોઝિટિવ સાથે પણ જણાય છે
કિન્શાસા : ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં રહસ્યમય રોગે દેખા દીધી છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો હજી સુધીમાં નોંધાયા છે. તેથી ૫૩નાં મૃત્યુ પણ થયાં છે. ઘણા કેસમાં રોગનાં લક્ષણો દેખાયા પછી માત્ર બે જ દિવસમાં દર્દીનું મૃત્યુ થતું હોવાનું પણ નોંધાયું છે.
આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે.
કોંગોના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલાં બિકોરો શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ વ્યાપક દેખાયો છે. આ અંગે સ્થાનિક તબીબો તથા વ્હુએ મોકલેલા તબીબો જણાવે છે કે આ રોગમાં સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ દર્દીનું મૃત્યુ થાય છે. બિકેરોની હોસ્પિટલમાં તેઓની સારવાર પણ કરવામાં આવી હતી. પરંતુ ઘણાને બચાવવામાં તબીબો નિષ્ફળ રહ્યા હતા. તેમ બિકેરો હોસ્પિટલના મેડિકલ ડીરેકટરે પત્રકારોને જણાવ્યું હતું.
વ્હુ જણાવે છે કે બોલાકોમાં ૩ બાળકોએ ચામાચીડીયાં ખાધાં પછી ૪૮ કલાકમાં જ તેમનાં મૃત્યુ થયાં હતાં. તેમને પહેલાં સખત તાવ ચઢ્યો પછી નસ (મગજની) ફાટી ગઈ.
આ રોગ પ્રાણીઓમાંથી માનવામાં આવે છે. કોંગોમાં જંગલી પ્રાણીને લોકો ખાય છે. ૨૦૨૨માં વ્હુએ જણાવ્યું છે કે ગત દશકમાં ૬૦ ટકાથી વધુ કેસો તો બહુવિધ રોગોના નોંધાયા છે.
૯મી ફેબુ્રઆરીએ બોમાટો શહેરમાં આવા ૧૩ કેસ નોંધાયા હતા. આ રોગ ઇબોલા કે માર્બગ નથી. કૈં જુદા જ પ્રકારનો રહસ્યમય રોગ છે.
આ ઉપરાંત આ જંગલ ભરેલા દેશમાં મેલેરિયા પણ વ્યાપક હોય છે. તે પણ ઘણીવાર તીવ્ર બની જીવલેણ નીવડે છે તેમ પણ તબીબોએ પત્રકારોને જણાવ્યું હતું.