Get The App

ચીનમાં ભીષણ ટ્રેન અકસ્માત, ભારે હિમવર્ષાના કારણે બે મેટ્રો વચ્ચે ભયંકર ટક્કર, 515 લોકો ઈજાગ્રસ્ત

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ચીનમાં ભીષણ ટ્રેન અકસ્માત, ભારે હિમવર્ષાના કારણે બે મેટ્રો વચ્ચે ભયંકર ટક્કર, 515 લોકો ઈજાગ્રસ્ત 1 - image

China Metro Accident : ચીનમાં શુક્રવારે એક ભયંકર ટ્રેન દુર્ઘટના બની. ચીનની રાજધાની બીજિંગમાં બે મેટ્રો ટ્રેન એકબીજા વચ્ચે ટકરાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવાય રહ્યું છે કે, ભારે હિમવર્ષાના કારણે આ દુર્ઘટના બની છે. બીજિંગ નગર પરિવહન આયોગે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 515 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પાટા લપસણા થવાના કારણે ઈમરજન્સી બ્રેક લગાવવી પડી અને બીજી તરફથી આવી રહેલી ટ્રેન સામે આવી ગઈ અને બંને ટ્રેન વચ્ચે ટક્કર થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવાર રાત્રે બની હતી.

ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 515 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, જેમાં 102 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 423 લોકોને હોસ્પિટલથી રજા આપી દેવાઈ છે. તો 25 લોકોને ડોક્ટરની દેખરેખ હેઠળ રખાયા છે અને 67 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બેઇજિંગમાં થઈ રહી છે ભારે હિમવર્ષા

બુધવારે બેઇજિંગમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે અનેક ટ્રેનો-મેટ્રોને રોકવાની ફરજ પડી હતી. તો આ વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. શહેરમાં હજુ પણ વધુ હિમવર્ષા થવાનું અલર્ટ પણ આપી દેવાયું છે. બેઈજિંગ સહિતના વિસ્તારોમાં રાત્રે તાપમાનનો પારો માઈનસ 11 ડિગ્રી રહ્યો હતો. ઉત્તરી ચીનમાં બરફના તોફાનથી કોઈ જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી. ભારે બરફ અને ખરાબ હવામાનને કારણે બેઇજિંગના રેલવે સ્ટેશનોએ ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછી 153 ટ્રેનો રદ કરી હતી. 


ચીનમાં ભીષણ ટ્રેન અકસ્માત, ભારે હિમવર્ષાના કારણે બે મેટ્રો વચ્ચે ભયંકર ટક્કર, 515 લોકો ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News