Get The App

ઈઝરાયલના હાથમાં હિઝબુલ્લાહનો ખજાનો લાગી ગયો, એટલી રોકડ-સોનું મળ્યું કે વિશ્વાસ નહીં થાય

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ઈઝરાયલના હાથમાં હિઝબુલ્લાહનો ખજાનો લાગી ગયો, એટલી રોકડ-સોનું મળ્યું કે વિશ્વાસ નહીં થાય 1 - image


- અમેરિકાના વિદેશપ્રધાન બ્લિન્કેન ઇઝરાયેલ આવશે

ઈઝરાયલના હાથમાં હિઝબુલ્લાહનો ખજાનો લાગી ગયો, એટલી રોકડ-સોનું મળ્યું કે વિશ્વાસ નહીં થાય 2 - image

- ઇઝરાયેલે લેબનોન-સીરિયા બોર્ડર ક્રોસિંગ પર પણ હુમલો કર્યો : હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર રોકેટ છોડયા

ઈઝરાયલના હાથમાં હિઝબુલ્લાહનો ખજાનો લાગી ગયો, એટલી રોકડ-સોનું મળ્યું કે વિશ્વાસ નહીં થાય 3 - image

- ઇઝરાયેલે બૈરુતની હોસ્પિટલ પર કરેલા હુમલામાં 13 લોકોના મોત અને 57થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાં

Israel vs Hezbollah War Updates | ઇઝરાયલે સોમવારે જણાવ્યું હતું કે, તેને મળેલી ગુપ્તચર માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે બૈરૂત સ્થિત હોસ્પિટલ નીચે રખાયેલું એક બંકર હિઝબુલ્લાહ માટે નાણાંકીય ધરી સમાન હતું. ઇઝરાયલી એરફોર્સે બૈરૂતને પણ ખેદાન મેદાન કરી નાખ્યા પછી રવિવારે રાત્રે તેના મોટાભાગના વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો હતો. આ ઉપરાંત નસરૂલ્લાહ જે બંકરમાં છુપાયો હતો તેમાં મોટી ટોર્ચોથી પ્રકાશ નાખતાં તે બંકરમાં આશરે 50 કરોડ ડોલર (રુ. 4200 કરોડ) અને સોનું જોવા મળ્યું હતું.

આ માહિતી આપતાં ઇઝરાયલી દળોના પ્રવક્તાં રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે અમને તે બંકર ક્યાં રહેલું છે, તેની પાક્કી માહિતી મળતાં અમે તે હોસ્પિટલ ઉપર હુમલો કર્યો ન હતો. પછી તે બંકરમાં પ્રબળ ટોર્ચો લઇ ઉતરતાં. આ અઢળક ખજાનો મળી આવ્યો હતો.

આ દરમિયાન ઇઝરાયેલે બૈરુતની સૌથી મોટી હોસ્પિટલ પર કરેલા હુમલામાં 13ના મોત થયા છે અને 57થી વધારે લોકો ઇજા પામ્યા છે. ઇઝરાયેલે આ પહેલા આ બિલ્ડિંગ ઉડાડવાની 40 મિનિટ પહેલા ચેતવણી આપી હતી અને પછી સ્ટ્રાઇક કરાઈ છે. ઇઝરાયેલના આ હુમલાએ દેશની સૌથી મોટી રફિક હરિરી યુનિવર્સિટી હોસ્પિટલને નોંધપાત્ર નુકસાન પહોંચાડયું છે. 

ઇઝરાયેલે આ ઉપરાંત લેબનોન સીરિયા બોર્ડર પર પણ હુમલો કર્યો હતો. તેના લીધે લેબનોનથી સીરિયા જતો મોટરમાર્ગી રસ્તો બંધ થઈ ગયો હતો.

તે સર્વવિદિત છે. બૈરૂતની મધ્યમાં રહેલી ખલ સાલેહ હોસ્પિટલમાં નીચે રહેલાં ખાનગી બંકરમાં નસરૂલ્લાહ છુપાયો હતો. અહીંથી જ તે અને તેના સાથીઓ હિઝબુલ્લાહ આતંકીઓને પૈસા પહોંચાડતા હતા.

આ એટલી મોટી રકમ છે કે તે ખંડેર બની ગયેલાં લેબનોનનાં પાટનગર બૈરૂતને ફરી બાંધવા માટે પૂરતી થઇ શકે તેમ છે.

ઇઝરાયલે હિઝબુલ્લાહ નાં 30 વિવિધ સ્થાનો ઉપર એરસ્ટ્રાઇક કરી હતી. જો કે આના પરિણામે પેલાં બંકરમાં રહેલા અઢળક ખજાનાનો નાશ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. 

આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન ઇઝરાયેલની મુલાકાત લેવાના છે. હિઝબુલ્લાહ ે મંગળવારે સેન્ટ્રલ ઇઝરાયેલ પર હુમલો કરતાં રોકેટ છોડયા હતા. આ રોકેટ ગીચ વિસ્તારોમાં પડયા હોવા છતાં ખાસ નુકસાન કરી શક્યા ન હતા. 


Google NewsGoogle News