Get The App

સરકાર બનતાં જ ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં તિરાડ? 500 અબજ ડૉલરના AI પ્રોજેક્ટ પર વિવાદ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
Rift between Trump and Musk


Rift between Trump and Musk: વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ઇલોન મસ્ક અને વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતાની વાતો છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના ખૂણે-ખૂણે સાંભળવા મળી રહી છે. પરંતુ અચાનક એક પ્રોજેક્ટની જાહેરાત સાથે બંને વચ્ચે અણબનાવ સર્જાતો જોવા મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમેરિકાને સૌથી આગળ રાખવા માટે સ્ટારગેટ AI પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

સ્ટારગેટ AI પ્રોજેક્ટમાં ઇલોન મસ્કને નથી રસ 

જેમાં અમેરિકાના ટેક બિઝનેસમેન ઇલોન મસ્કને સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમને આ પ્રોજેક્ટમાં રસ નથી. તેમણે આ પ્રોજેક્ટ સામે ખુલ્લેઆમ નારાજગી પણ વ્યક્ત કરી છે. આથી એવું લાગી રહ્યું છે કે આ પ્રોજેક્ટ ઠપ થઈ જશે. આ સાથે ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં પણ તિરાડ જોવા મળી શકે છે. એવામાં જાણીએ શું છે આખો મામલો...

ટ્રમ્પનું 500 અબજ ડૉલરનું સપનું

ગયા મંગળવારે, દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક હાઇ-પ્રોફાઇલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે છે. આ પ્રોજેક્ટનું બજેટ લગભગ 500 બિલિયન ડૉલર નક્કી કરવામાં આવ્યું છે. જેના હેઠળ તેમનું સપનું અમેરિકાને AIમાં વિશ્વમાં સૌથી આગળ રાખવાનું છે. 

'સ્ટારગેટ' પ્રોજેક્ટની મદદથી 100,000થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાનો દાવો 

આ પ્રોજેક્ટને 'સ્ટારગેટ' નામ આપવામાં આવ્યું છે. જેના કારણે 100,000થી વધુ નોકરીઓ ઉત્પન્ન થવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ટેકનિકલ ક્ષેત્રમાં ચીનના વધતાં પ્રભાવનો સામનો કરવામાં પણ મદદ કરશે. આ પ્રોજેક્ટની જાહેરાત ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આ પ્રોજેક્ટ વિવાદમાં પરિણમ્યો હતો.


કોણે-કોણે ઇનવેસ્ટ કર્યા પૈસા?

આ પ્રોજેક્ટમાં સોફ્ટબૅન્ક, ઓરેકલ, અને MGX દ્વારા ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં હાલમાં 100 બિલિયન ડૉલરના ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યા છે. સોફ્ટબૅન્ક દ્વારા ઇનવેસ્ટમેન્ટ જોવામાં આવી રહ્યું છે, અને Open AI આ પ્રોજેક્ટનું ઓપરેશન સંભાળશે. ચેરમેન માસાયોશી સોન દ્વારા આ પ્રોજેક્ટનું નિયંત્રણ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અન્ય મહત્ત્વના પાર્ટનર ARM, માઇક્રોસોફ્ટ, NVIDIA પણ છે.

મસ્કે આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો

મસ્કે મંગળવારે X પરની પોસ્ટમાં લખ્યું, મારી પાસે ખરેખર પૈસા નથી. સોફ્ટબૅંકે $10 બિલિયનથી ઓછાની કમાણી કરી છે. મને એક સારા સ્ત્રોતમાંથી આ વિશે માહિતી મળી છે. 

ઓલ્ટમેને બુધવારે X પોસ્ટમાં મસ્ક પર વળતો પ્રહાર કર્યો. મસ્કના આરોપના જવાબમાં કે, આ ખોટી માહિતી છે અને તમે ચોક્કસપણે તે જાણો છો. સ્ટારગેટ દેશ માટે ખૂબ જ સારું છે. મને ખ્યાલ છે કે દેશ માટે જે સારું છે તે હંમેશા તમારી કંપનીઓ જે ઇચ્છે છે તેના અનુરૂપ ન હોય, પરંતુ તમને મળેલી નવી જવાબદારી સાથે, હું આશા રાખું છું કે તમે ઓપનએઆઇની જેમ, XAI પણ તેના પોતાના AI સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: શારીરિક શોષણના આરોપી અમેરિકાના સંરક્ષણ મંત્રી બનશે, જાણો ટ્રમ્પે કોને સોંપી છે કમાન

આ મામલે ટ્રમ્પની પ્રતિક્રિયા 

મસ્કની ટીકાઓના જવાબમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, 'મને ખબર નથી કે તેઓ કરે છે કે નહીં, પરંતુ તમે જાણો છો, તેઓ નાણાંનું રોકાણ કરી રહ્યા છે.' સરકાર નહિ પરંતુ તેઓ રોકાણ કરી રહ્યા છે. તેઓ ખૂબ જ અમીર લોકો છે. આથી મને આશા છે કે તેઓ રોકાણ કરશે.' ટ્રમ્પે વધુમાં કહ્યું કે, મસ્કનો ગુસ્સો કદાચ અંગત દુશ્મનીના કારણે છે. તેણે કહ્યું કે તેનાથી મને કોઈ ફરક નથી પડતો... આ ડીલમાં સામેલ તમામ લોકો ખૂબ જ સ્માર્ટ છે.

શું પ્રોજેક્ટ અટકશે?

ભલે ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલાનો ઉકેલ લાવવાનો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઇલોન મસ્ક તરફથી જે પ્રકારની વાતો થઈ રહી છે, જે જોઈને આ પ્રોજેક્ટ ફ્લોર પર આવવાની કોઈ શક્યતા નથી. ટ્રમ્પ એ પણ જાણે છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી 500 બિલિયન ડૉલરનું ભંડોળ ઇલોન મસ્ક વિના પૂરું થઈ શકે નહીં. આવી સ્થિતિમાં, ઇલોન મસ્કને ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ બેલેન્સમાં અટકી શકે છે. જો ટ્રમ્પ આ પ્રોજેક્ટને મસ્ક વિના આગળ લઈ જાય છે, તો તે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. 

સરકાર બનતાં જ ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં તિરાડ? 500 અબજ ડૉલરના AI પ્રોજેક્ટ પર વિવાદ 2 - image



Google NewsGoogle News