Israel-Hamas War | હમાસ 4-5 દિવસમાં 50 બંધકને કરશે મુક્ત! સમજૂતીને ઈઝરાયલની મંજૂરી

નેતન્યાહૂ કેબિનેટે બેઠક યોજી સમજૂતીને મંજૂરી આપી

જોકે જ્યાં સુધી તમામ કેદીઓને મુક્ત નહીં કરાવી લેવાય ત્યાં સુધી ઈઝરાયલ હમાસ પર કાર્યવાહી ચાલુ રાખશે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
Israel-Hamas War |  હમાસ 4-5 દિવસમાં 50 બંધકને કરશે મુક્ત! સમજૂતીને ઈઝરાયલની મંજૂરી 1 - image


Israel vs Hamas war  Updates | ઈઝરાયલની કેબિનેટે મતદાન કરી બહુમતથી એ સમજૂતીને મંજૂરી આપી દીધી છે જે હેઠળ હમાસના સકંજાથી અમુક ઈઝરાયલી કેદીઓને મુક્ત કરવામાં આવશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોની મુક્તિ માટે સમજૂતીને મંજૂરી આપવા માટે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેબિનેટ મીટિંગમાં મંત્રીઓને તેને મંજૂરી આપવા કહ્યું હતું. 

ત્યાં સુધી હમાસ પર હુમલા જારી રહેશે..   

કેબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે સમજૂતી મુશ્કેલ છે પણ યોગ્ય છે. જોકે તેમણે કહ્યું કે જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત નહીં કરાવી લેવાય ત્યાં સુધી હમાસ સંગઠન સામે હુમલા જારી રહેશે. 

4-5 દિવસમાં 50 બંધકને કરાશે મુક્ત! 

માહિતી અનુસાર રિપોર્ટમાં દાવો કરાયો છે કે સમજૂતી અનુસાર હમાસ દ્વારા 4-5 દિવસમાં 50 કેદીઓને મુક્ત કરવામાં આવશે. તેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. અહેવાલ અનુસાર ઈઝરાયલી બંધક મુખ્ય રીતે મહિલાઓ અને બાળકો પર જ કેન્દ્રીત રહેશે. વિદેશી બંધકોને મુક્ત કરાવવા માટે હાલ કોઈ વાતચીત થઈ નથી. સમજૂતી અનુસાર ઈઝરાયલ આગામી 4-5 દિવસ માટે યુદ્ધવિરામ કરશે. અત્યાર સુધી યુદ્ધને 47 દિવસ વીતી ચૂક્યા છે. જેમાં ગાઝા પટ્ટીમાં 13000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 

Israel-Hamas War |  હમાસ 4-5 દિવસમાં 50 બંધકને કરશે મુક્ત! સમજૂતીને ઈઝરાયલની મંજૂરી 2 - image


Google NewsGoogle News