ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રઈસીના હેલિકોપ્ટર ક્રેશ સંબંધિત 5 થિયરી, મોટા કાવતરાં તરફ ઈશારો
Ebrahim Raisi: ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસી હવે આ દુનિયામાં રહ્યા નથી. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનુ મોત થયું હતું. રઈસીના મૃત્યુને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. તેનું મોત એક કાવતરું હતું કે તે ખરેખર અકસ્માતનો ભોગ બન્યા હતા, તે તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાતોના દાવાઓની તપાસ કર્યા બાદ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાને લગતી 5 થિયરીઓ સામે આવી છે.
તે પાંચ થિયરીઓ કઈ છે?
આ પાંચ થિયરોઓમાંની પહેલી થિયરી એ છે કે જે હેલિકોપ્ટરમાં રઈસી સવાર હતા. શું તેના રોટર યાત્રાની ઠીક પહેલા જ બદલવામાં આવ્યા હતા? રઈસી 4 ને બદલે 2 રોટર સાથે હેલિકોપ્ટરથી અઝરબૈજાન પહોંચ્યા હતા. 2 રોટરવાળા હેલિકોપ્ટરમાં 8 મુસાફરોને લઈ જવાની મંજૂરી હોતી નથી, જ્યારે રઈસીના હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 9 લોકો સવાર હતા.
સુપ્રીમ લીડર ખામેનીના પુત્રએ આરોપ લગાવ્યો
આ ઉપરાંત જો બીજી થિયરીની વાત કરીએ તો ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના પુત્રએ આરોપ લગાવ્યો છે કે પ્રમુખ રઈસીના હેલિકોપ્ટરને ક્રેશ કરવા માટે ડાયરેક્ટ એનર્જી વેપન અથવા સ્પેસ લેઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી કોઈને ખબર પણ ન પડે અને હવામાં જ હેલિકોપ્ટરને નષ્ટ કરવામાં આવ્યું હતું.
એક મોટા કાવતરા તરફ ઈશારો કરે છે ત્રીજી થિયરી
હેલિકોપ્ટર દુર્ઘટના સાથે જોડાયેલી ત્રીજી થિયરી એક મોટા કાવતરા તરફ ઈશારો કરી રહી છે. જે એ છે કે ઈરાનના સરકારી રેકોર્ડમાંથી 19 મેના હવામાનનો ડેટા કાઢી નાખવામાં આવ્યો હતો. વાસ્તવમાં એવું છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે રઈસીએ અઝરબૈજાનથી ઉડાન ભરી ત્યારે હવામાન સાફ હતું. પરંતુ થોડા કિલોમીટર પછી તોફાન, વરસાદ અને ગાઢ ધુમ્મસ છવાયું હતું. પરંતુ આની જાણકારી સેટેલાઇટ વેધર રિપોર્ટમાં બતાવવામાં આવી ન હતી.
રેડિયો સિગ્નલ પાયલોટે બંધ કર્યું કે ખામી હતી?
જો ચોથી થિયરીની વાત કરવામાં આવે તો તેમાં હેલિકોપ્ટરમાં રેડિયો સિગ્નલ બંધ હોવાની અથવા તો તેમાં ટેક્નિકલ ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રેશ થતા પહેલા હેલિકોપ્ટરનો રેડિયો સિગ્નલ બંધ હતું. હવે આ પાયલોટે બંધ કર્યું હતું કે કોઈ ટેકનિકલ ખામી હતી. હાલમાં, આ અંગે સસ્પેન્સ યથાવત છે, કારણ કે પાયલોટે અકસ્માત પહેલા ATC સાથે વાતચીત કરી ન હતી.
હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તાર મોસાદનો ગઢ
પાંચમી થિયરી રશિયાના દાવા પર આધારિત છે. એટલે કે રઈસીના હેલિકોપ્ટર ક્રેશમાં ઈઝરાયલ અને પશ્ચિમી દેશોનો હાથ છે, કારણ કે જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિસ્તાર મોસાદનો ગઢ છે. આથી બ્રિટન કે નાટોના ઈસાર પર મોસાદે હેલિકોપ્ટરને ખૂબ જ ભયાનનક રીતે ક્રેશ કર્યું.
ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસી 63 વર્ષના હતા
ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે દેશના ઉત્તર-પશ્ચિમમાં ગાઢ ધુમ્મસવાળા પર્વતીય વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના થોડા કલાકો પછી પ્રમુખ રઈસી, દેશના વિદેશમંત્રી અને અન્ય કેટલાક અધિકારીઓ સોમવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રમુખ ઈબ્રાહિમ રઈસી 63 વર્ષના હતા. રવિવારે અઝરબૈજાન-ઈરાન બોર્ડર પર આવેલા વિસ્તારની મુલાકાતેથી પરત ફર્યા બાદ તેમની ટીમ તાબ્રિઝ શહેર તરફ જઈ રહી હતી.
આ પણ વાંચો: ઈરાનના પ્રમુખ સહિત નવ લોકોના મોત મામલે અમેરિકા પર લાગ્યો મોટો આરોપ