રશિયા સામેનું યુદ્ધ યુક્રેનને ભારે પડ્યું, 45000 સૈનિકો શહીદ, 4 લાખથી વધુ ઈજાગ્રસ્ત
Russia vs Ukrain War Updates | યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન તેના લગભગ 45 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ચાર લાખ જવાનો ઇજા પામ્યા છે. જ્યારે કીવ આવેલા બ્રિટિશ વિદેશી સચિવે યુક્રેન માટે ૫.૫ કરોડ પાઉન્ડનું સહાય પેકેજ જાહેર કર્યુ હતુ.
આ પેકેજમાં યુક્રેનથી યુદ્ધગ્રસ્ત સીરિયામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ અનાજ 30 લાખ પાઉન્ડનું અનાજ મોકલવાનો સમાવેશ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા પર પ્રમુખ બશર અલ અસદનું સાસન હતુ ત્યારે તેને રશિયા પાસેથી ઘઉં મળતા હતા. હવે તેના બદલે તેને યુક્રેન પાસેથી ઘઉં મળશે. રશિયા આ ઘઉં યુક્રેનની જમીન પરથી જ તેને પૂરા પાડતુ હતુ. રશિયાના લશ્કરે ઘૂસણખોરી કરીને યુક્રેનનો પ્રદેશ કબ્જે કર્યો છે.
લેમીએ આ ઉપરાંત યુક્રેનના ઉર્જા પ્રણાલિને રિપેર કરવા માટે 1.7 કરોડ પાઉન્ડ પૂજા કરવા વાત કરી છે, જેના પર રશિયા સતત પ્રહારો કરી રહ્યુ છે. ગયા મહિને વડાપ્રધાન કીર સ્ટારમેનેરે મુલાકાત લીધાના મહિના પછી લેમીએ આ મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને દેશોએ 100 વર્ષની ભાગીદારી પર સહીસિક્કા કર્યા છે.
યુકેએ યુક્રેનને આપેલી સહાય યુરોપ દ્વારા યુક્રેન પ્રત્યે દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે પરત ફરતાં યુક્રેનને મળતી અમેરિકન સહાય ચાલુ રહેવા અંગે શંકા છે.