Get The App

યુએસમાં ટ્રમ્પની ૪૩ ફૂટ લાંબી અને ૨૮૦૦ કિલો વજનની ન્યૂડ પ્રતિમા કેમ લગાવાઇ છે ?

ટ્રમ્પના સમર્થકો અશ્લિલ અને અત્યંત ઘૃણાજનક કૃત્ય માની રહયા છે

સોશિયલ મીડિયા ઉપર ટ્રમ્પની આ નગ્ન તસ્વીરો વાયરલ થઇ રહી છે

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
યુએસમાં ટ્રમ્પની ૪૩ ફૂટ લાંબી અને ૨૮૦૦ કિલો  વજનની ન્યૂડ પ્રતિમા કેમ લગાવાઇ છે ? 1 - image


ન્યૂયોર્ક,૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર 

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં ૨૯ સપ્ટેમ્બરના રોજ સિલ્વર સ્ટેટ નેવાડામાં કમલા હેરિસની રેલી થવાની હતી તેની નજીત લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની નગ્ન પ્રતિમા ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ પ્રવૃતિને ટ્રમ્પ વિરોધી કૃત્ય ગણીને ટ્રમ્પના સમર્થકો વિરોધ કરી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફોમથી બનેલી આ પ્રતિમા આગામી કેટલાક સમય સુધી આવી જ રીતે પ્રદર્શિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. 

આગામી નવેમ્બરમાં યોજાનારી ચુંટણી પહેલા ટીમ દ્વારા સમગ્ર દેશમાં ફેલાવવામાં આવશે. અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષના કમલા હેરિસ અને રીપબ્લીકન પક્ષ વતી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટકકર છે. કમલા હેરિસની ટીમ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી ટ્રમ્પની નગ્ન પ્રતિમા ૪૩ ફૂટ લાંબી અને ૨૮૦૦ કિલો વજન ધરાવે છે. જો કે ટ્રમ્પની પ્રતિમા લગાવવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી. 

યુએસમાં ટ્રમ્પની ૪૩ ફૂટ લાંબી અને ૨૮૦૦ કિલો  વજનની ન્યૂડ પ્રતિમા કેમ લગાવાઇ છે ? 2 - image

અગાઉ ૨૦૧૬માં પણ અમેરિકાના ૬ શહેરોમાં આદમકદની નગ્ન પ્રતિમાઓ લગાવવામાં આવી ત્યારે ટ્રમ્પ સમર્થકોએ ભારે વિરોધ કર્યો હતો. આગામી નવેમ્બર મહિનામાં ચુંટણીને રસપ્રદ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે પરંતુ આ કલાકૃતિને ટ્રમ્પના સમર્થકો અશ્લિલ અને અત્યંત ઘૃણાજનક કૃત્ય માની રહયા છે. તેટલાક ટ્રમ્પની મજાક ઉડાવીને ડેમોક્રેટ ઉમેદવારના સમર્થનમાં મત આપવાની અપીલ કરી રહયા છે તો કેટલાક અપમાનજનક ગણાવીને ટીકા પણ કરે છે. આગામી સમયમાં ટ્રમ્પના ન્યૂડ સ્ટેચ્યુનો ભારે વિરોધ થાય તેવી શકયતા છે.



Google NewsGoogle News