Get The App

હમાસ હુમલાના ૧ વર્ષમાં ૪૨૦૦૦ લોકોના મોત, ઇઝરાયેલની અંતિમ લડાઇ હજુ બાકી

૧ વર્ષ પછી પણ ઇઝરાયેલ પોતાના બંધક નાગરિકોને છોડાવી શકયું નથી

હમાસની સાથે દક્ષિણ લેબનોનમાં પણ ઇઝરાયેલે મોરચો ખોલ્યો છે

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News


હમાસ હુમલાના ૧ વર્ષમાં ૪૨૦૦૦ લોકોના મોત, ઇઝરાયેલની અંતિમ લડાઇ હજુ બાકી 1 - image

તેલ અવીવ,૮ ઓકટોબર,૨૦૨૪,મંગળવાર 

હમાસ દ્વારા ઇઝરાયેલ પર થયેલા બર્બર હુમલાને એક વર્ષ પૂર્ણ થવા છતાં આતંકીઓનો નાશ કરી શકાયો નથી. ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હમાસે હુમલાનું નામ અલ અકસા ફલડ આપ્યું હતું જેમાં ઇઝરાયેલના ૧૨૦૦થી વધુ નાગરિકોના મોત થયા હતા. હમાસે અંદાજે ૨૫૦ લોકોનું અપહરણ પણ કર્યુ હતું જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. ઇઝરાયલે હવાઇ અને જમીન માર્ગે કરેલા હુમલાનો બદલો વાળવા હમાસનો નાશ કરવાનો સંકલ્પ લઇને ઇઝરાયલે ઓપરેશન આયરન સ્વૉર્ડસ ચલાવ્યું હતું. 

એક વર્ષ પછી પણ ઇઝરાયેલનું ઓપરેશન ચાલું છે જેમાં ૪૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. લાખો લોકો ગાજાથી વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ ઇસ્માઇલ હાનિયા અને મોહમ્મદ ડેફ સહિત હમાસના ટોચના અનેક નેતાઓને મોતને ઘાટ ઉતારી ચુકયું છે. ૨૦૦૮ પછી પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ સંઘર્ષનું પાંચમું યુધ્ધ છે. ૧૯૭૩માં યોમ કિપ્પુર યુધ્ધ પછી આ ક્ષેત્રનું સૌથી મોટું સૈન્ય અભિયાન છે. ગાજાપટ્ટી વિસ્તારમાં ૨૦૦૭થી હમાસનું શાસન ચાલે છે. 

હમાસ હુમલાના ૧ વર્ષમાં ૪૨૦૦૦ લોકોના મોત, ઇઝરાયેલની અંતિમ લડાઇ હજુ બાકી 2 - image

ઇઝરાયેલના હુમલામાં ગાજાનો બુનિયાદી ઢાંચો કાટમાળમાં તબદિલ થયો છે. એક વર્ષ વિત્યા પછી ગાજા યુધ્ધથી પણ સમસ્યાનો ઉકેલ બાકી છે. કતાર સ્થિત હમાસના સદસ્ય ખલીલ અલ હયાએ એક વીડિયો સંદેશ બહાર પાડીને ૭ ઓકટોબર ૭ ઓકટોબર ૨૦૨૩ના હુમલાને મહાન કાર્ય ગણવામાં આવ્યું છે. હમાસમાં ઇઝરાયેલે લડાઇ ચાલું રાખી છે અને લેબનોનમાં ઇરાન પ્રેરિત શિયા સંગઠન હિજબુલ્લાહ સામે પણ મોરચો ખોલ્યો છે. લેબનોનમાં ઇઝરાયેલની કાર્યવાહી થયા પછી ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.


Google NewsGoogle News