160 ચોરસ કિ.મી. જંગલો તબાહ, લૉસ એન્જલસની આગમાં ભારતના 4 રાજ્યના બજેટથી પણ વધુ નુકસાન
US Fire Tragedy History : અમેરિકાનું લૉસ એન્જલસ શહેર છેલ્લા છ દિવસથી ધગધગ સળગી રહ્યો છે. જંગલોથી શરૂ થયેલી આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી તાંડવ કરી રહ્યો છે. અમેરિકાના ઈતિહાસની સૌથી ભયંકર કહેવાતી આ આગમાં 160 ચોરસ કિલોમીટર જમીન ખાક થઈ ગઈ છે. 12000થી વધુ બિલ્ડિંગો બળીને ખાક થઈ ગયા છે. અનેક જાણિતી સેલિબ્રિટીઓના ઘરો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. લૉસ એન્જલસ વિસ્તાર સિનેમા ઉદ્યોગના સેલિબ્રિટીઓ માટે જાણીતો છે.
અમેરિકાના ઈતિહાસની સૌથી ભયાનક આગ
દક્ષિણ કેલિફોર્નિયાનું લૉસ એન્જલસ શહેરમાં દેશની અનેક સેલિબ્રિટીઓની સંપત્તિ હોવાથી તે વિસ્તાર ખૂબ જ જાણીતો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. અમેરિકાના તમામ સમાચાર પત્રોના રિપોર્ટ મુજબ પ્રારંભીક તપાસમાં મૃત્યુઆંક 16 છે, જોકે હજુ અનેક લોકો લાપતા છે. ભયાનક આગના કારણે લગભગ બે લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા છે. આ ઉપરાંત દોઢ લાખ લોકોને કોઈપણ સમયે ઘર છોડવા માટે સાવધાન રહેવાનો આદેશ અપાયો છે.
ભારતના અનેક રાજ્યોના બજેટથી પણ વધુ નુકસાન
અમેરિકાની તમામ એજન્સીઓના આંકડા મુજબ લૉસ એન્જસલની આગ (Los Angeles Fire)થી અબજો ડોલરનું નુકસાન થયું છે, તેથી આ આગ અમેરિકાના ઈતિહાસની સૌથી ભયાનક અને મોંઘી હોઈ શકે છે. રિપોર્ટ મુજબ આગના કારણે 135 બિલિયન ડૉલરથી 150 બિલિયન ડૉલર (11 લાખ કરોડથી 13 લાખ કરોડ) સુધીનું નુકસાન થયું હોાવનો અંદાજ છે. વીમાના દાયરાની આગમાં ખાક થયેલી સંપત્તિઓ 8 બિલિયન ડૉલરની સંપત્તિ હોઈ શકે છે.
ભારતના 4 રાજ્યોના બજેટથી પણ વધુ નુકસાન
જો આગના નુકસાનને ભારતના સંદર્ભમાં સમજીઓ તો, લૉસ એન્જસલની આગમાં થયેલું નુકસાન ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને દિલ્હીના બજેટ બરાબર છે. યુપીનું બજેટ સાત લાખ કરોડ રૂપિયા છે, બિહારનું કુલ બજેટ લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા છે, જ્યારે મધ્ય પ્રદેશનું બજેટ પણ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. રાજધાની દિલ્હીનું વર્ષ 2024નું બજેટ લગભગ 76 હજાર કરોડ રૂપિયા હતું. જો આ રાજ્યોના બજેટને જોડવામાં આવે તો અમેરિકાને લોસ એન્જલસની આગમાં પણ એટલું જ નુકસાન થવાની ધારણા છે.
અમેરિકાના ઈતિહાસમાં સૌથી ભયાનક આગ વર્ષ 1910માં લાગી હતી
- 1898 - નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના, ત્રણ લાખ એકર જમીન ખાક
- 1910 - મોંટાના, 30 એકર જમીન ખાક, 87 લોકોના મોત
- 1940 - અલાસ્કા, 12 લાખ એકર જમીનમાં ફેલાઈ આગ
- 2004 - અલાસ્કા, 13 લાખ એકર જમીનનો વિનાશ
- 2018 - કેલિફોર્નિયામાં કરોડોની સંપત્તિનું નુકસાન
- 2020 - કેલિફોર્નિયામાં ફરી 10 લાખ એકરથી વધુની જમીન ખાક
- 2024 - ટેક્સાસ, 10 લાખ એકરથી વધુ જમીનને નુકસાન