પાકિસ્તાનમાં 40% લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે : વર્લ્ડ બેંક
- 12.5 મિલિયન લોકોને તો એક ટંક પણ પૂરતું ભોજન નથી મળતું : 95 મિલિયન ગરીબીમાં પીસાય છે : રિપોર્ટ
ઇસ્લામાબાદ : પાકિસ્તાન અત્યારે અતિ ગંભીર આર્થિક કટોકટીથી પીડાઈ રહ્યું છે. તેમ કહેતાં વિશ્વ બેંક જણાવે છે આશા રાખીએ કે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાયા પછી કશી રાહત મળી શકશે. પરંતુ આ તબક્કે તો તે દેશ ભારે નાણાંકીય તંગદિલી પણ ભોગવી રહ્યો છે. વિશ્વ બેંકનો અહેવાલ આ સાથે જણાવે છે કે, પાકિસ્તાનમાં ૪૦ ટકા લોકો તો ગરીબીની રેખા નીચે જીવે છે. ગરીબીની રેખા નીચે જીવનારા એટલે જેમને એક ટંક પણ નિયમિત રીતે પૂરતું ભોજન ન મળે તેવા લોકો.
માહિતી આપતાં પાકિસ્તાનનું અગ્રીમ અંગ્રેજી અખબાર ડોન જણાવે છે કે વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે એકજ વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ૧૨.૫ મિલિયનનો વધારો થતાં તે આંક ૩૯.૪ ટકા પહોંચ્યો છે. જયારે ગરીબોની પણ સંખ્યા વધીને ૯૫ મિલિયન પહોંચી છે.
પાકિસ્તાનની આર્થિક બેહાલી માટેના કારણો દર્શાવતા વર્લ્ડ બેંક જણાવે છે કે મૂળભૂત રીતે માનવી વિકાસ સાધી શકે તેવા માનવ વિકાસના કોઈ પગલા જ તેની સરકારે લીધા નથી. તેની નાણાંકીય નીતિ ટકી શકે તેવી પણ નથી. ખાનગી ક્ષેત્ર ઉપર વધુ પડતાં અંકુશો છે તેના કૃષિ ક્ષેત્રમાં તથા ઊર્જા ક્ષેત્રમાં મૂળભૂત ફેરફારો કેટલા આવશ્યક છે.
પાકિસ્તાનને તેનો બિન ઉત્પાદક ખર્ચ કાપી નાખવાનું જણાવતા વર્લ્ડ બેંકના એક અર્થશાસ્ત્રી તોવીયામ હક્કે કહ્યું હતું કે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ સુધારવા ટેક્ષ ટુ જીડીપી રેશિયો પાંચ ટકા જેટલો વધારવાનું કહેતા ખર્ચમાં પણ ૨.૭ ટકાનો કાપ મુકવા અનુરોધ કર્યો છે.