હમાસના હુમલામાં 40 ઈઝરાયલીનાં મોત, 500થી વધુ ઘવાયા, નેતન્યાહૂ સરકારે નેશનલ ઈમરજન્સી જાહેર કરી

હમાસ તરફથી ઝિંકાયા હતા 5000થી વધુ રોકેટ, અનેક ઈઝરાયલીને બનાવ્યાં હતા બંધક

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું - હમાસે કરી યુદ્ધની શરૂઆત, અમે ખતમ કરીશું

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
હમાસના હુમલામાં 40 ઈઝરાયલીનાં મોત, 500થી વધુ ઘવાયા, નેતન્યાહૂ સરકારે નેશનલ ઈમરજન્સી જાહેર કરી 1 - image
image : IANS

ઈઝરાયલ અને ગાઝા પટ્ટી (Israel vs hamas war) માં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન  (israel PM Netanyahu) બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની (israel air strike) સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. 

5000થી વધુ રોકેટ ઝિંક્યા હતા હમાસે 

ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝિંકવામાં આવ્યા હતા. આ હુમલાને પગલે જ ઈઝરાયલમાં ચારેકોર હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ ઈઝરાયલી ગુસ્સામાં સીધો બદલો લેતાં ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવતાં અંધાધૂંધ એરસ્ટ્રાઈક કરી દીધી હતી. 

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ શું કહ્યું? 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દરમિયાન એક વીડિયો શેર કરીને દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ હોવાની માહિતી આપી હતી. તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ઈઝરાયલ હવે યુદ્ધ આરંભી રહ્યું છે અને હમાસે હવે આ હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ. તેમણે શરૂઆત કરી છે અને અમે ખતમ કરીશું. તેણે વિચાર્યું પણ નહીં હોય તેવું તેને નુકસાન પહોંચાડીશું. ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. 

પીએમ મોદી સહિત વિશ્વના નેતાઓએ ઈઝરાયલને આપ્યું સમર્થન 

બીજી બાજુ વડાપ્રધાન મોદી સહિત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને વિવિધ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને ઈઝરાયલ પ્રત્યે સમર્થન જાહેર કર્યું હતું અને હમાસ દ્વારા કરાયેલા હુમલાની આકરી ટીકા કરી હતી. 

હમાસના હુમલામાં 40 ઈઝરાયલીનાં મોત, 500થી વધુ ઘવાયા, નેતન્યાહૂ સરકારે નેશનલ ઈમરજન્સી જાહેર કરી 2 - image


Google NewsGoogle News