Get The App

ઇઝરાયેલના ૪૦ બંધકો જીવતા નથી, હમાસે કરી લીધી કબૂલાત, હવે થશે જોવા જેવી

હમાસના પંજામાથી બંધકોને છોડાવવાનું સ્વજનો દબાણ કરી રહયા છે.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ વિરુધ ઘર આંગણે પ્રદર્શનો પણ થયા છે

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ઇઝરાયેલના ૪૦ બંધકો જીવતા નથી, હમાસે કરી લીધી કબૂલાત, હવે થશે જોવા જેવી 1 - image


જેરુસલામ,૯ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

ગાજામાં સંઘર્ષ વિરામના પ્રયત્નો ચાલી રહયા છે ત્યારે હમાસે કબુલાત કરી છે કે ઇઝરાયેલના ૪૦ બંધકો જીવતા નથી. અમેરિકાની કેન્દ્રીય જાસુસી સંસ્થા (સીઆઇએ) દ્વારા ગાજામાં ઇઝરાયેલના બંધકોને મુકત કરવા માટે એક સમજૂતી કરાવવાના પ્રયાસ કર્યા તે સમયે હમાસની કબૂલાત ચોંકાવનારી છે. મૃતકોમાં મહિલાઓ,બાળકો અને બીમાર વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. 

અમેરિકાએ અગાઉ છ સપ્તાહના યુધ્ધવિરામના બદલામાં બંધકોને મુકત કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. ઇઝરાયેલમાં બંધકના પરીવારજનો નેતન્યાહુ સરકાર પર હમાસના પંજામાથી સ્વજનોને છોડાવવાનું દબાણ કરી રહયા છે. નેતન્યાહુ સરકારના વિરોધમાં પ્રદર્શન પણ ખૂબ થયા છે. હવે ખૂદ હમાસે જ બંધકો જીવતા નહી હોવાની કબૂલાત કરતા પરીસ્થિતિ બદલાઇ ગઇ છે. હમાસ અને લેબનોનના આતંકી સંગઠન હિજબુલ્લાહને મદદ કરતું ઇરાન પણ સર્તક બન્યું છે ત્યારે મધ્ય પૂર્વમાં શાંતિ દોહલી બનતી જાય છે. 

 ઇઝરાયેલના ૪૦ બંધકો જીવતા નથી, હમાસે કરી લીધી કબૂલાત, હવે થશે જોવા જેવી 2 - imageમીડિયા રિપોર્ટસ અનુસાર ઇજિપ્તના કાહિરા ખાતે ઇઝરાયેલના મોસાદ પ્રમુખ, કતરના પીએમ, ઇજિપ્તની જાસૂસી એજન્સીના પ્રમુખ અને સીઆઇએના નિર્દેશક બિલ બર્ન્સ વચ્ચેની બેઠક પછી આ માહિતી બહાર આવી હતી. પ્રસ્તાવિત સમજૂતીમાં ૭૦૦થી વધુ પેલેસ્ટાઇની કેદીઓને છોડવાનો સમાવેશ થતો હતો જે ઇઝરાયેલની વિવિધ જેલોમાં કેદ છે. આ કેદીઓમાંથી ૧૦૦ ઉપર હત્યાના ગંભીર આરોપો છે.

ઇઝરાયેલના ૪૦ બંધકો જીવતા નથી, હમાસે કરી લીધી કબૂલાત, હવે થશે જોવા જેવી 3 - image

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સ્પષ્ટ કરી ચુકયા છે કે જયાં સુધી બંધકોને મુકત કરવામાં નહી આવે ત્યાં સુધી કોઇ પણ પ્રકારની સમજૂતી થશે નહી.એટલું જ નહી કોઇ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝુકશે પણ નહી. હમાસની માંગ રહી છે કે ગાજાપટ્ટીની પેલે પારથી નિવાસીઓને આવન જાવન કરવાની સ્વતંત્રતા મળવી જોઇએ. ગાજાએ હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૬ મહિનાથી ચાલતા યુધ્ધમાં ઇઝરાયેલે કરેલી કાર્યવાહીમાં કમસેકમ ૩૩૧૭૫ લોકો માર્યા ગયા છે.



Google NewsGoogle News