3 વર્ષમાં 17 ડૉક્ટર ન કરી શક્યા તે ChatGPTએ કરી બતાવ્યું, 4 વર્ષના બાળકની બિમારીનું મળી આવ્યું કારણ
અમેરિકામાં એક બાળક દાંતના દુ:ખાવાથી પીડાઈ રહ્યું હતું અને તે કંઈ પણ ચાવી નહોતું શકતું
માતા-પિતાએ 3 વર્ષમાં 17 ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ કોઈએ પણ તેની સારવાર ન કરી શક્યું
અમેરિકામાં એક બાળક દાંતના દુ:ખાવાથી પીડાઈ રહ્યું હતું અને તે કંઈ પણ ચાવી નહોતું શકતું. તેના માતા-પિતાએ 3 વર્ષમાં 17 ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ કોઈએ પણ તેની સારવાર ન કરી શક્યું. બાળક એલેક્સને પેન કિલર આપવી પડતી હતી અને તેમનો શારીરિક વિકાસ અટકી ગયો હતો. બાળકની માતા કર્ટનીએ કહ્યું કે, અમે બધુ જ છોડીને દુખાવા સામે લડવાની તૈયારી કરી. અમે ChatGPTની મદદ લીધી.
કોવિડ 19 મહામારી દરમિયાન, જ્યારે એલેક્સે ખાવાનું શરૂ કરી દીધું, જેનાથી તેને દુઃખાવો થવા લાગ્યો હતો. ત્યારે ડૉક્ટર્સ અને તપાસ માટે ખુબ ખર્ચ કર્યો. ત્યારે, અમને એવી ખબર પડી કે, એલેક્સની લંબાઈ વધવાનું બંધ થઈ ગયું છે અને તેને એક ડૉક્ટર સાથે વાત કરી, જેમાં કહ્યું કે, આ કોવિડ 19નું પરિણામ હોઈ શકે છે.
દાંતના દુખાવાના કારણે વિકાસ અટકી ગયો હતો
બાળકની માતા કર્ટનીએ કહ્યું કે, અમે ચિંતામાં મૂકાઈ ગયા હતા અને અમને ખબર નહોતી પડતી કે આની સારવાર શું છે? શું દીકરાને હંમેશા માટે પેન કિલર લેવી પડશે. ત્યારબાદ કર્ટનીએ એ જાણવા માટે ChatGPTની મદદ લેવાનો નિર્ણય કર્યો અને અંતે કયા કારણથી તેના દીકરાના દાંતમાં દુઃખાવો થઈ રહ્યો હતો અને તેનો વિકાસ અટકી ગયો હતો. ChatGPT પર લક્ષણ શેર કર્યા બાદ, તેમને ખબર પડી કે, એલેક્સ ટેથર્ડ કૉર્ડ સિન્ડ્રોમ નામની દુર્લભ ન્યૂરોલોજિકલ સ્થિતિથી પીડિત હતો. ત્યારબાદ તેઓ એક ફેસબુક ગ્રુપમાં જોડાયા, જેમાં આ પ્રકારના પીડિત બાળકો સામેલ હતા.
ન્યૂરોલોજિકલ સમસ્યાને લઈને ન્યૂરોસર્જનની કરી ચર્ચા
મેં તે MIRમાં જે કંઈ પણ હતું, તેની એક-એક લાઈન જોઈ અને તેને ChatGPTમાં લખી હતી. ત્યારબાદ કર્ટનીએ એક ન્યૂરોસર્જન સાથે આ અંગે ચર્ચા કરી અને જણાવ્યું કે, તેમને શંકા છે કે, તેમનો દીકરો ટેથર્ડ કૉર્ડ સિંડ્રોમથી પીડિત છે. ડૉક્ટરે MRI રિપોર્ટ જોયો અને જાણ્યું કે એલેક્સ કઈ સ્થિતિથી પસાર થઈ રહ્યો હતો? બાદમાં થોડા અઠવાડિયા પહેલા એલેક્સની સર્જરી થઈ અને તેને દુ:ખાવાથી આરામ મળી ગયો. ત્યારે આ પહેલું ઉદાહરણ છે કે, જેમાં ChatGPTએ કોઈ સારવારનું નિદાન શોધવામાં મદદ કરી છે.
ટેથર્ડ કૉર્ડ સિંડ્રોમ શું છે?
અમેરિકન એસોસિએશન ઓફ ન્યૂરોલોજિકલ સર્જનના અનુસાર, ટેથર્ડ કૉર્ડ સિંડ્રોમ ત્યારે થાય છે, જ્યારે કરોડરજ્જૂમાં પેશી સંલગ્નતા બનાવે છે જે કરોડરજ્જુની હિલચાલને પ્રતિબંધિત કરે છે, જેના કારણે શરીરનો ભાગ અસામાન્ય રીતે ખેંચાય જાય છે.