Get The App

1996 સુધી ભારતે જે દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી ત્યાં એકસાથે 4000 કેદી જેલ તોડી ફરાર, ઈમરજન્સી જાહેર

1996 પછી ભારતનું મિશન પૂરું થતાં બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત થઈ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
1996 સુધી ભારતે જે દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી ત્યાં એકસાથે 4000 કેદી જેલ તોડી ફરાર, ઈમરજન્સી જાહેર 1 - image

image : Twitter



Haiti Emergency News | કેરેબિયન દેશ હૈતીમાં લાંબા સમયથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. રિવારે રાતે અહીં ઉગ્ર દેખાવો કરાયા હતા. જેલના તાળા તૂટ્યા અને અને આશરે 4000થી વધુ ખૂંખાર કેદીઓ જેલ તોડી ફરાર થઈ ગયા. આ કેદીઓમાં અનેક હત્યારા, કિડનેપર અને અપરાધી સામેલ છે. જોકે તમને એ જાણીને નવાઈ થશે કે 1996 સુધી હૈતી દેશમાં પોલીસ સુરક્ષા આપવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભારત પાસે હતી. ત્યારબાદ 1996 પછી ભારતનું મિશન પૂરું થતાં બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત થઈ. 

72 કલાક માટે ઈમરજન્સી જાહેર 

તાજેતરની ઘટના બાદ દેશમાં 72 કલાક માટે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. હવે સરકારે ફરાર લોકોને પકડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હૈતીમાં અનેક કુખ્યાત સંગઠનો છે જે હિંસા માટે જવાબદાર છે. 

રહેણાંક વિસ્તારોમાં તોડફોડ અને હિંસાનો દોર 

અહીં ઉપદ્રવીઓ દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં તોડફોડ અને લૂંટ મચાવી રહ્યા છે. સરકારી ઓફીસો પર હુમલા કરી રહ્યા છે. હિંસા દરમિયાન એક સશસ્ત્ર જૂથે દેશની બે મોટી જેલો પર હુમલો કરી દીધો હતો. તેના પછી આ કેદીઓ ભાગી છૂટ્યા હતા. હૈતીમાં હાલમાં કાર્યવાહક વડાપ્રધાન પેટ્રિક બાયોવર્ક સત્તાની કમાન સંભાળી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમે આ અપરાધીઓને પકડી પાડવા માટે કર્ફ્યુ જાહેર કર્યું છે. જ્યારે બીજા દેશોથી મદદ અને યુએનથી સમર્થન મેળવવા માટે એરિયલ હેનરી વિદેશી યાત્રા પર ગયા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ અધિકારી જિમી ચેરિજિયરની ગેંગ હેનરીને સત્તાથી હટાવવા માગે છે. આ ગેંગ સરકારી સંસ્થાનો પર હુમલા કરે છે અને કોઈપણ રીતે લોકોના મનમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ પેદા કરવા પ્રયાસ કરે છે. 

1996 સુધી ભારતે જે દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી ત્યાં એકસાથે 4000 કેદી જેલ તોડી ફરાર, ઈમરજન્સી જાહેર 2 - image


Google NewsGoogle News