હત્યા કે આપઘાત! બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યો મૃત હાલતમાં મળ્યાં, તણાવની સ્થિતિ
Bangladesh News | બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદથી હિન્દુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તાજેતરનો મામલો કિશોરગંજ જિલ્લાના ભૈરાબ વિસ્તારનો છે. અહીં એક હિન્દુ પરિવારના ચાર સભ્યો એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
મૃતકોની ઓળખ 32 ઓળખ જોની બિશ્વાસ, તેની ગર્ભવતી પત્ની અને તેના બે બાળકો તરીકે થઇ હતી. પોલીસે બુધવારે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે બાંગ્લાદેશની પોલીસનું માનવું છે કે આ એક આપઘાતનો કેસ હોઈ શકે છે.
બાંગ્લાદેશ પોલીસ શું કહે છે?
માહિતી અનુસાર સ્થાનિક પોલીસ કહે છે કે આ એક આપઘાતનો મામલો છે. જોનીએ તેની પત્ની અને બાળકોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો હોઈ શકે છે. જોકે તેમ છતાં અમે આ મામલે આગળ તપાસ કરી રહ્યા છીએ. આ ભયાનક ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે.