દુનિયાભરમાં મહાસત્તા ગણાતું અમેરિકા રહી ચૂક્યું છે 'ગુલામ', જાણો કોણે કબજો કર્યો હતો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
statue of liberty


US Independence Day 2024: અમેરિકા આજે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા પણ ભારતની જેમ લાંબા સમય સુધી બ્રિટીશ શાસન હેઠળ ગુલામ હતું. બ્રિટને વિશ્વના લગભગ 80 દેશો અને ટાપુઓ પર શાસન કર્યું. વિશ્વના લગભગ 26 ટકા વિસ્તારો બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતા. આ યાદીમાં અમેરિકાનું નામ પણ સામેલ હતું. 

આઝાદીની ઉજવણીમાં ફ્રેન્ચોએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટ કર્યું

અમેરિકાને એક લાંબી લડાઈ પછી 4 જુલાઈ, 1776માં ગ્રેટ બ્રિટનથી આઝાદી મળી હતી. દર વર્ષે 4 જુલાઈએ અમેરિકામાં ધામધૂમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાની આઝાદીની યાદમાં ફ્રેન્ચોએ અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટમાં આપ્યું હતું. આજે જાણીએ કે અમેરિકા કેવી રીતે ગુલામ બન્યું અને અમેરિકાને બ્રિટનથી કેવી રીતે આઝાદી મળી?

અમેરિકા ગુલામ કેવી રીતે બન્યું?

જયારે ક્રિસ્ટોફર કોલંબસ યુરોપથી ભારતની શોધ માટે નીકળ્યો ત્યારે તે ભૂલથી અમેરિકા પહોંચી ગયો હતો. ત્યારે અમેરિકાથી પરત ફરીને કોલંબસે યુરોપિયન લોકોને આ નવા ટાપુ વિષે જણાવ્યું હતું અને આ નવા ટાપુ પર જવા માટે ઘણા દેશો વચ્ચે સ્પર્ધા થઈ. જેમાં આ ટીપુ પર મોટી સંખ્યામાં અંગ્રેજો આવ્યા અને ત્યાં કબજો કરી લીધો. અમેરિકાના વિવિધ ભાગોમાં એવી વસાહતો હતી કે જેઓ પર બ્રિટનનું શાસન હતું, ભારતની જેમ અમેરિકા પર પણ અંગ્રેજોએ અત્યાચાર ગુજાર્યા હતા. આનાથી બ્રિટિશ અધિકારીઓ અને મૂળ અમેરિકનો વચ્ચે સંઘર્ષ થયો.

કઈ રીતે મળી આઝાદી?

અમેરિકામાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો જેમ્સ પ્રથમના શાસન દરમિયાન નાખવામાં આવ્યો હતો. કોલંબસ પાસેથી મળેલી માહિતીના આધારે બ્રિટને આ નવા ટાપુ એટલે કે અમેરિકા પર 13 કોલોનીઓ સ્થાપી હતી. આ તમામને ખાંડ, ચા, કોફી અને સ્પિરિટ જેવી ચીજવસ્તુઓની આયાત કરવા માટે ખૂબ જ ઉંચો કર ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત સામાન્ય લોકોને પણ અંગ્રેજોના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.

તેથી અમેરિકાના મૂળ લોકો એટલે કે રેડ ઈન્ડિયનોમાં ધીમે ધીમે  અંગ્રેજો સામે ગુસ્સો વધવા લાગ્યો. બ્રિટિશ શાસન સામે વધતા અસંતોષને કારણે, અમેરિકનોએ ગ્રેટ બ્રિટનથી અલગ થવાનું નક્કી કર્યું અને બ્રિટિશ વસાહતોથી તેમની સ્વતંત્રતા જાહેર કરી. 

4 જુલાઈએ કરી સ્વતંત્રતાની ઘોષણા

4 જુલાઈ, 1776 ના રોજ, આ 13 કોલોનીના લોકોએ સ્વતંત્રતા માટે મતદાન કર્યું. લોકોએ આ મેનિફેસ્ટો પર સહી કરી અને પોતાને સ્વતંત્ર જાહેર કર્યા. આ બાબતમાં થોમસ જેફરસન, જ્હોન એડમ્સ, રોજર શેરમન, બેન્જામિન ફ્રેન્કલિન અને વિલિયમ લિવિંગ્સ્ટન વગેરે સભ્યોનો સમાવેશ કરતી કોન્ટિનેંટલ કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ લોકોએ જ કોન્ટિનેંટલ કોંગ્રેસ કમિટીના તમામ સભ્યોની સલાહ લીધા બાદ આ મેનિફેસ્ટો તૈયાર કર્યો હતો.

જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકન સ્વતંત્રતા યુદ્ધના હીરો તરીકે ઉભરી આવ્યા, જેઓ પાછળથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. એ જ રીતે બેન્જામિન ફ્રેન્કલિન પણ અમેરિકન રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા.

આઝાદીની લડાઈમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા 

અમેરિકાની આઝાદીની લડાઈમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આ લડાઈમાં 25 હજારથી 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આથી 4 જુલાઈએ અમેરિકાની આઝાદી માટે બલિદાન આપનાર સૈનિકો અને ક્રાંતિકારીઓને પણ યાદ કરવામાં આવે છે. 

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મળી ભેટ 

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને અમેરિકન સ્વતંત્રતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. 4 જુલાઈ, 1884ના રોજ, ફ્રાન્સે અમેરિકાને સ્ટેચ્યુ ઑફ લિબર્ટી ભેટમાં આપ્યું હતું. જે બંને દેશની મિત્રતાનું પ્રતિક છે. અમેરિકાની લોકશાહી અને સ્વતંત્રતાનું બિરુદ એવા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો વિચાર 1865માં ફ્રેન્ચ ઈતિહાસકાર એડૌર્ડ ડી લેબોલેએ આપ્યો હતો.

1870 માં શિલ્પકાર ફ્રેડરિક ઓગસ્ટે બર્થોલ્ડીએ સળગતી મશાલ ધરાવતી વિશાળ મહિલાનું સ્કેચ કર્યું. 1870 ના દાયકાની શરૂઆતમાં ફ્રેડરિક ઓગસ્ટે બર્થોલ્ડી અમેરિકા ગયા અને આ અમેરિકન-ફ્રેન્ચ સ્મારક માટે ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કર્યો. જેમાં તેમણે સ્ટેચ્યુ માટે 60 હજાર ફ્રેંક એકત્ર કર્યા.

દુનિયાભરમાં મહાસત્તા ગણાતું અમેરિકા રહી ચૂક્યું છે 'ગુલામ', જાણો કોણે કબજો કર્યો હતો 2 - image


Google NewsGoogle News