Get The App

અહીં 4 બેડરૂમનું ઘર વેચાઈ રહ્યું છે માત્ર 105 રૂપિયામાં, ખરીદવા પર 7 લાખનું બોનસ પણ મળશે

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અહીં 4 બેડરૂમનું ઘર વેચાઈ રહ્યું છે માત્ર 105 રૂપિયામાં, ખરીદવા પર 7 લાખનું બોનસ પણ મળશે 1 - image


Image:Freepik

આજના ભારત અને ગુજરાતમાં આ દિવસોમાં ઘર ખરીદવું ખૂબ જ મોંઘું, મુશ્કેલ બન્યું છે. ગામ હોય કે શહેર, પ્રોપર્ટીના ભાવ એટલા ઝડપથી વધી ગયા છે કે, સામાન્ય માણસ માટે બે રૂમનો ફ્લેટ ખરીદવો પણ મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. દુનિયામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પ્રોપર્ટીના ભાવ આસમાને આંબે છે.

આવી સ્થિતિમાં, જરા કલ્પના કરો કે જો તમને એકદમ સસ્તા ભાવે તૈયાર મકાન મળે તો શું કરશો ? ભાવ એટલોકે આપણા દેશમાં એક દિવસનો એક સામાન્ય માણસનો ખર્ચો પણ તેનાથી વધુ હશે. હા, ઈંગ્લેન્ડના ન્યૂકેસલમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં ચાર બેડરૂમ ધરાવતું ઘર માત્ર 1 પાઉન્ડ એટલે કે 105 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘરમાં ચાર રૂમ, બે બાથરૂમ, એક લાઉન્જ અને એક કિચન છે. બારીઓ અને દરવાજા સાથેના હવા ઉજાસવાળા આ ઘરમાં બાળકોને રમવા માટે અલગ યાર્ડ પણ છે. આ ઉપરાંત કાર રાખવા માટે ગેરેજ પણ બનાવવામાં આવ્યું છે. છે. એક અહેવાલ મુજબ આ ઘરની નજીક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ છે. આટલી બધી સુવિધાઓ હોવા છતાં આ ઘર માત્ર 105 રૂપિયામાં વેચાણ માટે પેટીન્સન એસ્ટેટ એજન્સી દ્વારા લિસ્ટ કરવામાં આવ્યું છે.

ઘર ખરીદવા પર 7 લાખનું બોનસ :

અહીં 4 બેડરૂમનું ઘર વેચાઈ રહ્યું છે માત્ર 105 રૂપિયામાં, ખરીદવા પર 7 લાખનું બોનસ પણ મળશે 2 - image

ચોંકાવનારી વાત એ છે કે, આ ઘર ખરીદનારને 7 હજાર પાઉન્ડ એટલેકે લગભગ 7 લાખ 40 હજાર રૂપિયાનું બોનસ પણ મળશે. હવે તમે વિચારતા હશો કે આટલું સસ્તું ઘર હોવા છતાં અને તેની ઉપર લાખો રૂપિયાનું બોનસ મળવા છતાં કોઈ આ ઘર કેમ નથી ખરીદતું. આ સવાલનો જવાબ જાણવા જતા તેની પાછળનું કારણ જાણવા મળ્યું કે, આ ઘર ખૂબ જ ગંદુ છે. સમગ્ર ઘરનું ફ્લોર ઉખડી ગયું છે એટલું જ નહીં, ઘરના તમામ વોલપેપર પણ નીકળી ગયા છે અને બેડરૂમથી લઈને બાથરૂમ સુધી દરેક જગ્યાએ ગંદકી ફેલાઈ ગઈ છે. આ જ કારણ છે કે આ ઘરની કિંમત આટલી ઓછી રાખવામાં આવી છે.

ખંડેર થઈ ગયું છે ઘર :

રિપોર્ટમાં પેટિન્સન એસ્ટેટ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘરમાં હાજર ભવ્ય પિયાનોની કિંમત 7 હજાર પાઉન્ડ સુધી હોઈ શકે છે, જ્યારે મિલકતની કિંમત માત્ર એક પાઉન્ડ રાખવામાં આવી છે. આ મિલકત ન્યૂકેસલ સેન્ટ્રલ સ્ટેશનથી માત્ર 1.4 માઇલ દૂર છે. એજન્ટે કહ્યું કે, મિલકત ખંડેર હાલતમાં પડી હોવાથી તેનું યોગ્ય મૂલ્યાંકન કરવું અશક્ય છે એટલા માટે તેને વેચવા માટે હરાજી સૌથી યોગ્ય રીત તરીકે પસંદ કરવામાં આવી છે.


Google NewsGoogle News