સ્વીડનમાં કુરાન બાળનારા 38 વર્ષના શખ્સ સલવાન મોમિકાની હત્યા, 2023માં ચકચાર જગાવી હતી
ધાર્મિક ભેદભાવ અને અપમાનનો કેસ સ્ટોકહોમની અદાલતમાં ચાલતો હતો.
અદાલતે પ્રતિવાદીનું મુત્યુ થતા ચુકાદો આપવાનો ટાળી દીધો હતો.
સ્ટોકહોમ,૩૦,જાન્યુઆરી,૨૦૨૫,ગુરુવાર
સ્વીડનમાં વર્ષ ૨૦૨૩માં કુરાન બાળનારા સલવાન મોમિકા નામના શખ્સની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સલવાન સ્વીડનમાં ઇસ્લામ ધર્મનો કટ્ટર આલોચક હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મોમિકાને બુધવારે રાત્રે સ્ટોકહોમ પાસે સોડેટેલિયે વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી. સલવાને સ્વીડનની રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદ ધાર્મિક ગ્રંથ કુરાનનું અપમાન કરીને સળગાવ્યું હતું. મોમિકા સલવાનના ભડકાઉ નિવેદનો અને કુરાન સળગાવવાના સ્વીડન જ નહીં સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
વીડિયો વાયરલ થયા પછી અનેક મુસ્લિમ દેશોના ધાર્મિક સંગઠનો રોષે ભરાયા હતા. અનેક સ્થળોએ કોમી દંગી અને અશાંતિ ફેલાઈ હતી. સ્ટોકહોમની અદાલત દ્વારા સલવાન મોમિકા પર ધાર્મિક ભેદભાવ અને અપમાનને લગતો મુકદમો સ્ટોકહોમની અદાલતમાં ચાલતો હતો. હમણાં અદાલતે પ્રતિવાદીનું મૃત્યુ થતાં ચુકાદો આપવાનો ટાળી દીધો હતો. અદાલતના આ નિર્ણય પછી મોમિકાની હત્યાનો બનાવ બન્યો છે.
ગોળી મારીને આરોપી ફરાર થઈ ગયો હતો. સલવાન મોમિકા સ્થળ પર જ ઢળી પડતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.આ ઘટનાના સ્વીડનના કટ્ટરપંથીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શકયતા છે. સ્વીડીશ મોમિકા પોતાને ઇરાક મૂળનો ખ્રિસ્તી ગણતો હતો. તેના સંગઠનનું નામ ઇમામ અલી બ્રિગેડસ અંર્તગર્ત આવતું હતું. આ સંગઠનની રચના ૨૦૧૪માં બનાવાયું હતું જેના પર યુદ્ધ અપરાધના આરોપો મઢાયા હતા. સલવાન મોમિકાએ ૨૦૧૭માં ઇરાકી શહેર મોસુલના પરા વિસ્તારમાં પોતાના એક સશસ્ત્ર સમૂહને પણ તૈયાર કર્યો હતો.