કોંગો : બુસિરા નદીમાં બોટ ડૂબતાં 38ના મોત, 100 લાપત્તા, પ્રવાસી સંખ્યા અંગેના નિયમના ઉલંઘનથી દુર્ઘટનાઓ બને છે
આ પૂર્વે ઓક્ટોબરમાં થયેલી બોટ દુર્ઘટનામાં ૭૮ લોકોએ જાન ગુમાવ્યા ઃ છતાં બોટવાળા પેસેન્જરો ભરતા જ રહે છે
આ દુર્ઘટના ઈંગ્લેન્ડે શહેર નજીક બની હતી. ઈન્ગેન્ડેના મેયર જોસેફ કાંગોલિંગોલિએ જણાવ્યું હતું કે આ શહેર નજીક જ તે બોટ ડૂબી હતી. તે દુર્ઘટના નજરે જોનારાઓ કહે છે કે બોટ ચિકાર ભરેલી હતી. તેમાં મોટાભાગના વ્યાપારીઓ હતા. જેઓ ક્રિસમસ ઉજવવા પોતાનાં ગામે પાછા ફરી રહ્યા હતા. આ સાથે તેઓએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચારેક દિવસ પહેલાં જ દેશના પૂર્વ ઉત્તરના વિસ્તારમાં એક બોટ ડૂબી જતાં ૨૫ જણા ડૂબી ગયા હતા. બીજાઓને બચાવી લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં થયેલી એક બોટ દુર્ઘટનામાં ૭૮ લોકોના જાન ગયા હતા. કોંગોની સરકારે બોટમાં કેટલા પેસેન્જર લઈ જઈ શકાય તે માટે બોટની ક્ષમતા અને માપ તેમજ પેસેન્જરોની સંખ્યા અંગે કડક નિયમો કર્યા છે. પરંતુ તેને ઉલંઘનવામાં આવે છે તેથી આવી દુર્ઘટના બને છે તેમ પણ જોસેફ કોંગોવિંગોલિયાએ પત્રકારોને કહ્યું હતું.