રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી દરમિયાન સર્જાઈ મોટી દુર્ઘટના, નાસભાગમાં 37 લોકોના મોત
ભરતી અભિયાન દરમિયાન ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી ગઈ હતી
છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી
Stampede at Republic of Congo stadium : રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક સ્ટેડિયમમાં સેનામાં ભરતી માટે યુવાનોની મોટી ભીડ એકત્ર થયા બાદ નાસભાગ મચી ગઈ હતી જેમાં 37 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
સેનાની ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોએ જીવ ગુમાવ્યો
રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલેના લશ્કરી સ્ટેડિયમમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી જેમાં 37 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી. યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગતા હતા. દરરોજ લગભગ 700 લોકોનું રજિસ્ટ્રેશન થતુ હતું જયારે માત્ર 1,500 જ જગ્યાઓ ખાલી છે.