રશિયા-અમેરિકા વચ્ચે 36 વર્ષ જૂનો કરાર તૂટ્યો, પુતિનનો ફરી ઘાતક મિસાઈલો તૈયાર કરવા આદેશ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
રશિયા-અમેરિકા વચ્ચે 36 વર્ષ જૂનો કરાર તૂટ્યો, પુતિનનો ફરી ઘાતક મિસાઈલો તૈયાર કરવા આદેશ 1 - image


Image: Facebook

Intermediate Range Nuclear Forces Treaty: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે રશિયાએ નાની અને મધ્યમ અંતરની મિસાઈલોનું ઉત્પાદન ફરીથી શરૂ કરવું જોઈએ, જેની પર અમેરિકાની સાથે હવે સમાપ્ત થઈ ચૂકેલી શસ્ત્ર સંધિ હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પુતિન 500થી 5,500 કિલોમીટર (300-3,400 માઇલ)ની રેન્જ ધરાવતી મિસાઈલોનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં, જેમને શીત યુદ્ધના સમયે ઈન્ટરમીડિએડ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સેજ (INF) ટ્રીટી હેઠળ પ્રતિબંધિત કરી દેવાઈ હતી.

અમેરિકાએ 2019માં રશિયા પર આ સંધિનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેનાથી બહાર આવી ગયું હતું, ત્યારે ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિનું કાર્યાલય) એ કહ્યું હતું કે જો અમેરિકા આવી મિસાઈલો તૈનાત કરવાથી બચે છે. જેની પહોંચ રશિયાની અંતર વિસ્તારો સુધી હોય તો તે નાની અને મધ્યમ અંતરની મિસાઈલોના ઉત્પાદન પર રોક જારી રાખશે. પોતાના ઉચ્ચ સુરક્ષાને એક ટેલિવિઝન સંબોધનમાં પુતિને કહ્યું કે અમેરિકાએ ડેનમાર્કમાં સૈન્ય અભ્યાસમાં આવી મિસાઈલોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, જે રશિયાની અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે.

પુતિને કહ્યું, મોસ્કોએ સંયુક્ત રાજ્ય અમેરિકાને ચેતવણી આપી હતી કે બ્લેક સી ની ઉપર ડ્રોન ઉડાનથી સીધા સૈન્ય ટક્કરનું જોખમ છે. આપણે આની પર પ્રતિક્રિયા આપવા અને આ વિસ્તારમાં આગળ શું કરવું જોઈએ, તેના વિશે નિર્ણય લેવાની જરૂર છે. એવું લાગે છે કે અમારે આ સ્ટ્રાઈક સિસ્ટમનું ઉત્પાદન શરૂ કરવાની જરૂર છે અને પછી પરિસ્થિતિઓ અનુસાર આપણી સુરક્ષા માટે તેમને ક્યાં તૈનાત કરવામાં આવે, આ વિશે નિર્ણય લઈશું.  

સુપર પાવર બનવાની હરીફાઈમાં પરમાણુ હથિયારોની હોડને મર્યાદિત કરવા અને તણાવ ઘટાડવા માટે બંને દેશોની વચ્ચે શીત યુદ્ધ દરમિયાન હથિયારોને લઈને ઘણી સંધિઓ થઈ હતી જે વર્તમાનના વર્ષોમાં તૂટી ગઈ છે કે પૂર્ણ થઈ ગઈ છે. રશિયા ગયા વર્ષે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટીથી બહાર આવી ગયું હતું, જે બંને પક્ષોની વચ્ચે પરમાણુ હથિયારને લઈને અંતિમ કરાર હતો. રશિયાની સાથે સંઘર્ષમાં કીવનું સમર્થન કરવા માટે અમેરિકાએ યુક્રેનને ઓછા અંતરની મિસાઈલો સપ્લાય કરવામાં આવી છે. પુતિને આની પ્રતિક્રિયામાં ફરીથી મધ્યમ અને ઓછા અંતરની મિસાઈલોનું ઉત્પાદન શરૂ કરવાનો આદેશ આપ્યો છે.


Google NewsGoogle News