Get The App

નાઇજિરિયામાં અપહરણ કરાયેલા 300 બાળકોની બે સપ્તાહ પછી મુક્તિ

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
નાઇજિરિયામાં અપહરણ કરાયેલા 300 બાળકોની બે સપ્તાહ પછી મુક્તિ 1 - image


નાઇજિરિયામાં ૨૦૧૪થી ૧૪૦૦ વિદ્યાર્થીઓનું અપહરણ

મુક્ત કરવામાં આવેલા શાળાના બાળકો પૈકી ૧૦૦ બાળકોની ઉંમર ૧૨ વર્ષ કે તેથી ઓછી

અબુજા: ઉત્તર પશ્ચિમ નાઇજિરિયાના કદુના રાજ્યમાં બે સપ્તાહ પહેલા શાળામાંથી અપહરણ કરવામાં આવેલા ઓછામાં ઓછા ૩૦૦ બાળકોને મુક્ત કરી દેવામાં આવ્યા છે તેમ રાજ્યના ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું છે.

કુદના ગવર્નર ઉબા સાનીએ પ્રાંતના અંતરિયાળ વિસ્તાર કુરિગા શહેરથી સાત માર્ચે અપહરણ કરવામાં આવેલા ૨૮૭ વિદ્યાર્થીઓને મુક્ત કરવાના સંબધમાં વિસ્તૃત માહિતી આપી નથી.

ઉત્તર નાઇજિરિયામાં ૨૦૧૪થી શાળાઓમાંથી બાળકોનું અપહરણ કરવું સામાન્ય વાત છે અને ચિંતાની ગંભીર બાબત છે. ૨૦૧૪થી નાઇજિરિયન શાળાઓમાંથી ઓછામાં ઓછા ૧૪૦૦ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે.

મુક્ત કરવામાં આવેલા બાળકોમાંથી ઓછામાં ઓછા ૧૦૦ બાળકોની ઉંમર ૧૨ કે તેથી ઓછી છે. એક નિવેદનમાં કુદના ગવર્નર ઉબા સાનીએ બાળકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે નાઇજિરિયાના પ્રમુખ બોલા તિનુબુનોે આભાર માન્યો છે.

જો કે આ અપહરણ માટે અત્યાર સુધી કોઇ પણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.  નાઇજિરિયામાં સામૂહિક અપહરણની ઘટનાઓ પછી કોઇની પણ ધરપકડ ભાગ્યે જ કરવામાં આવે છે કારણકે અપહરણકર્તાઓ પીડિતોને ત્યારે જ મુક્ત કરે છે જ્યારે સરકાર કે પરિવારજનો સાથે સમજૂતી કરવામાં આવી હોય.


Google NewsGoogle News