Get The App

૧ ભારતીય રુપિયા બદલ ૨૯૧ કરન્સી, ઓછા બજેટમાં વિદેશ ફરવું હોયતો આ દેશમાં પહોંચી જાવ

ટિકિટ,વીઝા, હોટલ અને ફૂડનું બજેટ સરળતાથી કરી શકાય છે

પૂર્વ એશિયામાં આવેલા દેશનું હવામાન ભારતને મળતું આવે છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
૧ ભારતીય રુપિયા બદલ ૨૯૧ કરન્સી,  ઓછા બજેટમાં વિદેશ ફરવું હોયતો આ દેશમાં પહોંચી જાવ 1 - image


હનોઇ,૧૯ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર 

વિદેશ પ્રવાસ કરવો આમ તો મોંઘો હોય છે પરંતુ એક દેશ એવો છે જયાં ભારતના રુપિયાની કિંમત વધારે હોવાથી સરળતાથી ફરવા જઇ શકાય છે. આ ટિકિટ,વીઝા, હોટલ અને ફૂડના ખર્ચનું પણ સરળતાથી આયોજન કરી શકાય છે.  આ દેશનું નામ  દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો  વિયેતનામ છે. 

ભારતના એક રુપિયાની કિંમત ૨૯૧ વિયેતનામી ડોંગ થાય છે. એટલે કે જો આપણે ૧૦૦૦ રુપિયા લઇને જઇએ તો તેનું રુપાંતરણ ૨૯૧૦૦૦ વિયેતનામી ડોંગમાં થાય છે આથી ભારતીયોએ હરવું ફરવું સસ્તું પડે છે. જેની પાસે મર્યાદિત બજેટ છે છતાં વિદેશ સફરનો આનંદ ઉઠાવવો હોય તેમના માટે વિયેતનામ એક આદર્શ સ્થળ છે. વિયેતનામનું હવામાન પણ ભારત જેવું અનુકુળ છે આથી ખાસ તૈયારીઓ પણ કરવી પડતી નથી. 

૧ ભારતીય રુપિયા બદલ ૨૯૧ કરન્સી,  ઓછા બજેટમાં વિદેશ ફરવું હોયતો આ દેશમાં પહોંચી જાવ 2 - image

આ દેશ પ્રવાસન પર વિશેષ ધ્યાન આપી રહયો હોવાથી ટુરિસ્ટો આકર્ષાઇ રહયા છે. અનેક ટુરિસ્ટ સ્પોટ ઉભા કરવામાં આવી રહયા છે. હાલોંગ બે કો બે ઓફ ડિસ્કડિંગ ડ્રેગન્સના રુપમાં જાણીતો છે. વર્ષ ૧૯૯૪માં યુનેસ્કોએ વિશ્વ વિરાસતની યાદીમાં સમાવેશ કર્યો હતો. વિયેતનામનું પાટનગર હનોઇ ઐતિહાસિક શહેર છે. વિયેતનામમાં બનેલી અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. નોર્થમાં ગિયાંગ પણ પર્યટકોમાં ખૂબ જાણીતું ટુરિસ્ટ સ્પોટ છે. ગિયાંગ પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત મોર્જન આર્કિટેકટનું પણ ઉદાહરણ છે. પેગોડા મ્યુઝિયમ અને ટ્રેડિશનલ માર્કેટ દિલ જીતી લે છે. 

વિયેતનામ 331,000 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતો મુખ્ય ભૂમિ દક્ષિણપૂર્વ એશિયાની પૂર્વ ધાર પર આવેલો દેશ છે. 128,000 ચોરસ માઇલ) અને 100 મિલિયનથી વધુની વસ્તી, તેને વિશ્વનો પંદરમો-સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વિયેતનામ ઉત્તરમાં ચીન અને પશ્ચિમમાં લાઓસ અને કંબોડિયા સાથે જમીનની સરહદો વહેંચે છે. તે થાઇલેન્ડના અખાત દ્વારા થાઇલેન્ડ સાથે અને દક્ષિણ ચીન સમુદ્ર દ્વારા ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે દરિયાઇ સરહદો વહેંચે છે. તેની રાજધાની હનોઈ છે અને તેનું સૌથી મોટું શહેર હો ચી મિન્હ સિટી છે, જે સાયગોન તરીકે ઓળખાય છે.  


Google NewsGoogle News