28મી ઓકટો. સુધીમાં ત્યાગપત્ર આપી દો : ટ્રુડોની પાર્ટીના સાંસદોએ તેમને આપેલું આખરીનામું
- ભારત સાથેના સંબંધો અતિ મહત્વના છે
- આ સાંસદોએ ટ્રુડોને ચોથી વખત ચૂંટણી નહીં લડવા જણાવ્યું : કેનેડા-ભારત સંબંધો બગાડવા માટે જસ્ટિન ટ્રુડો જવાબદાર છે : વિપક્ષી સાંસદોએ કહ્યું
ઑટાવા : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની જ પાર્ટી, લિબરલ પાર્ટીના સાંસદોએ જ તેમને ઓકટોબર ૨૮ સુધીમાં ત્યાગ પત્ર આપી દેવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ચોથી વખત તેઓ ચૂંટણીમાં ઉભા ન રહે.
વાસ્તવમાં હરદીપ સિંઘ મન્નુની હત્યા અંગે ભારત ઉપર આક્ષેપો મુકયા પછી ટ્રુડોએ જ સ્વીકાર્યું હતું કે કેેેનેડા પાસે તે હત્યામાં ભારત સંડોવાયેલું છે. તે અંગે કોઈ નક્કર પુરાવા નથી.
આ હત્યા પછી ભારતના કેનેડા સાથેના સંબંધો ઘણા જ તંગ થઈ ગયા છે. બંને દેશોએ પરસ્પરના દૂતાવાસોમાંથી છ-છ અધિકારીને પર્સોના નોન-ગ્રાટા (અસ્વીકાર્ય વ્યકિતઓ) ગણી પરસ્પરના દેશ છોડી દેવા આદેશો આપી દીધા છે. આ સાથે તંગ દિલી અત્યંત વધી ગઈ છે. તે સર્વવિદિત છે.
આ પછી ટ્રુડોની લિબરલ પાર્ટીએ ટ્રુડોને અનુરોધપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સાથે સંબંધ બગાડવામાં આપણું હિત થવાનું નથી. જો તમે નહીં સુધરો તો તેનાં પરિણામ કેેેનેડાને ભોગવવા પડશે. માટે ઓકટોબર ૨૮ સુધીમાં ત્યાગ પત્ર આપી દો નહીં તો અસામાન્ય પરિણામો ભોગવવા તૈયાર રહો.
દરમિયાન જસ્ટિન ટ્રુડોએ તેમની લિબરલ પાર્ટીના કેટલાક સાંસદો સાથે બેઠક યોજી હતી તે બેઠકમાંથી બહાર આવતાં ટ્રુડોએ સ્મિત સાથે કહ્યું હતું કે, લિબરલ્સ એક અને બળવત્તર બની રહ્યા છે.
આ પછી તુર્ત જ ૨૪ સાંસદોએ એક પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. તેમાં લખ્યું હતું કે, 'તેમણે સાંભળવું શરૂ કરવું જોઈએ. લોકોને સાંભળવા જોઈએ. વાસ્તવમાં આગામી ચૂંટણી પહેલા જ તેમણે ત્યાગપત્ર આપી દેવું જોઈએ. આ શબ્દો ન્યૂ ફાઉન્ડ બેન્કના સાંસદ મેકડોનાલ્ડે સૂચવ્યા હતા. મેક ડોનાલ્ડ પોતે જ ચોથી વખત ચૂંટણીમાં ઉભા રહેવાના નથી. વિશેષત: છેલ્લી બે પેટા ચૂંટણીઓમાં લિબરલ્સને મળેલા પરાજય પછી તેમનો આ વિચાર દ્રઢ થઈ ગયો છે.
કેનેડામાં છેલ્લા ૧૦૦ વર્ષોમાં એક પણ વડાપ્રધાન ચોથી વાર ચૂંટણીમાં ઉભા રહ્યા નથી.