Get The App

ડાર્ક મેટરની શોધ માટે ૨૪૦૦ મીટર ઉંડી લેબ, જયાં બ્રહ્નાંડના રેઝ પણ પહોંચી શકતા નથી.

ડાર્ક મેટર એક એવો અદ્વષ્ય પદાર્થ છે જે બ્રહ્માંડમાં ફેલાયેલો છે

આ લેબ તૈયાર કરવા માટે ૨૫ અબજ રુપિયાનો ખર્ચ થયો છે

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ડાર્ક મેટરની શોધ માટે ૨૪૦૦ મીટર ઉંડી  લેબ, જયાં બ્રહ્નાંડના રેઝ પણ પહોંચી શકતા નથી. 1 - image


બેઇંજિંગ,૧૫ ઓકટોબર,૨૦૨૪,મંગળવાર 

જમીનની નીચે દુનિયાની એક બહેતરિન લેબ તૈયાર કરી છે જેનો હેતું ડાર્ક મેટરની શોધ કરવાનો છે. જિનપિંગ અંડરગ્રાઉન્ડ લેબનું નિર્માણ ડિસેમ્બર ૨૦૨૨માં શરુ થયું હતું. આ લેબ સિચુઆન પ્રાંતમાં આવેલી છે. જમીનની નીચે આવેલી દુનિયાની સૌથી લાંબી અને ઉંડી પ્રયોગશાળા છે.

આ લેબ તૈયાર કરવા માટે ૨૫ અબજ રુપિયાનો ખર્ચ થયો છે. આ લેબ પહાડોની નીચે ૨૪૦૦ મીટર નીચે છે. આ એટલું ઉંડાણ છે કે બ્રહ્માંડથી આવતા કિરણો પણ લેબ સુધી પહોંચી શકતા નથી. આથી ડાર્ક મેટર શોધવા માટે સૌથી સરળ સ્થાન છે. 

ડાર્ક મેટરની શોધ માટે ૨૪૦૦ મીટર ઉંડી  લેબ, જયાં બ્રહ્નાંડના રેઝ પણ પહોંચી શકતા નથી. 2 - image

આ લેબનું કુલ ક્ષેત્રફળ ૩૩૦૦૦૦ કયૂબિક મીટર છે જેમાં બે ઉચ્ચ કક્ષાના ડાર્ક મેટર ડિટેકરટનો સમાવેશ થાય છે. આ લેબ સુધી બસ અને અન્ય વાહનો સરળતાથી પહોંચી શકે છે. પ્રયોગશાળાનો હેતું ડાર્ક મેટર શોધવાનો છે આ ડાર્ક મેટર એક એવો અદ્વષ્ય પદાર્થ છે જે બ્રહ્માંડમાં ૮૦ ટકાથી વધુ હિસ્સામાં ફેલાયેલો છે. જો આ ડાર્કમેટરની કોઇ ડાયરેકટ ભાળ મેળવી શકયું નથી.

લેબમાં મુખ્ય બે પ્રયોગ કરવામાં આવી રહયા છે. પાર્ટિકલ અને એસ્ટ્રોફિજિકલ જેનોન પ્રયોગ અને ચાઇના ડાર્ક મેટર પ્રયોગનો સમાવેશ થાય છે. પ્રથમ પ્રયોગમાં લિકવિડ જેનોન ડિટેકટરનો ઉપયોગ થાય છે જયારે બીજામાં જર્મેનિયમ ડિટેકટર ડાર્ક મેટર કણોને શોધે છે. ચીન લેબમાં વિંપ્સ નામના ડાર્ક મેટરના સંભવિત કણોની શોધ ચાલી રહી છે.

ડાર્ક મેટરની શોધ માટે ૨૪૦૦ મીટર ઉંડી  લેબ, જયાં બ્રહ્નાંડના રેઝ પણ પહોંચી શકતા નથી. 3 - image

આ કણોની કલ્પના લગભગ ૩૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઇ પ્રમાણ મળ્યું નથી. ડાર્ક મેટરની શોધ થશે ત્યારે અવકાશ વિજ્ઞાન જગતની સૌથી મોટી શોધ ગણાશે. આનાથી ડાર્ક મેટરના અસ્તિત્વની પણ પુષ્ટી થઇ શકશે.

આ એક જુનો પુરાણો રહસ્યમય કોયડો છે. હાલમાં લેબમાં ડાર્ક મેટરના વિકલ્પમાં કેટલાક સિધ્ધાંતો જેવા કે એકિસયન્સ અને સ્વ સંક્રિયા ડાર્ક મેટર પર શોધ ચાલે છે. સીજેપીએલ ઇટાલીની ગ્રેન સાસો રાષ્ટ્રીય પ્રયોગશાળા સાથે દુનિયાની કેટલીક અતિ આધૂનિક પ્રયોગશાળામાં સમાવેશ થાય છે. 



Google NewsGoogle News