Get The App

23 નોબેલ વિજેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યો મોટો ખતરો, ખુલ્લો પત્ર લખી કમલાની કરી પ્રશંસા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
23 નોબેલ વિજેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યો મોટો ખતરો, ખુલ્લો પત્ર લખી કમલાની કરી પ્રશંસા 1 - image


Image: Facebook

US Presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલા ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને 23 નોબેર પુરસ્કાર અર્થશાસ્ત્રીઓનો સાથ મળ્યો છે. આ અર્થશાસ્ત્રીઓએ 228 શબ્દોનો એક પત્ર કમલા હેરિસના નામે લખ્યો. અર્થશાસ્ત્રીઓએ અર્થવ્યવસ્થા પર કમલા હેરિસની નીતિઓના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે કમલા હેરિસની નીતિઓ ખૂબ શ્રેષ્ઠ છે. આ પહેલા જૂન મહિનામાં 15 નોબેલ પુરસ્કાર અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રપતિ જો બાઈડનના વખાણ કર્યા હતા. કમલા હેરિસના વખાણ કરનાર અર્થશાસ્ત્રીઓએ આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સાઈમન જોનસન અને ડેરોન એસમોગ્લૂ પણ સામેલ છે.

ચૂંટણી પહેલા મળ્યો અર્થશાસ્ત્રીઓનો સાથ

પાંચ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. તે પહેલા કમલા હેરિસને આ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રીઓનો સાથ મળ્યો છે. અર્થવ્યવસ્થાના મુદ્દે હેરિસ પોતાના પ્રતિદ્વંદી ટ્રમ્પ કરતાં પાછળ છે.

રિપોર્ટ અનુસાર અર્થશાસ્ત્રીઓએ પત્રમાં લખ્યું કે અમારામાંથી તમામના આર્થિક નીતિઓ પર વિચાર અલગ-અલગ છે પરંતુ અમારું એ પણ માનવું છે કે કમલા હેરિસનો આર્થિક એજન્ડા ટ્રમ્પ કરતાં વધુ સારો છે. આ આપણા દેશની આરોગ્ય, રોકાણ, સ્થિરતા, ફ્લેક્સિબિલિટી, રોજગારની તકોમાં સુધારો કરશે.

આ પણ વાંચો: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે? ટ્રમ્પ કે કમલા હેરિસ, 'રાજકીય નાસ્ત્રેડેમસ'ની મોટી ભવિષ્યવાણી

ડોનાલ્ડ ટ્રમ્પ જોખમ છે

પત્રમાં એ પણ લખ્યું છે કે આર્થિક સફળતા ત્યારે મળી શકે છે જ્યારે કાયદાનું શાસન હોય અને આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ તમામ માટે જોખમ છે. અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને ટેક્સ પોલિસી મોંઘવારી વધારશે.

ટેરિફ મારો મનપસંદ શબ્દ

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ નીતિ પર અડગ છે. તેમનું કહેવું છે કે આનો મોટો અને સકારાત્મક અસર થશે. ટ્રમ્પે એ પણ કહ્યું કે શબ્દકોશમાં સૌથી સુંદર શબ્દ ટેરિફ છે. આ મારો મનપસંદ શબ્દ છે.

સર્વેક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ

અમેરિકી જનતામાં અર્થવ્યવસ્થાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ લોકપ્રિય છે. તેનો ખુલાસો ઘણા સર્વેક્ષણોમાં પણ થઈ ચૂક્યો છે. સીએનબીસીના સર્વે અનુસાર આ મુદ્દે 42 ટકા લોકો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે છે. કમલા હેરિસને 29 ટકા લોકોનો સાથ મળ્યો. ફાયનાન્સિયલ ટાઈમ્સના સર્વે અનુસાર અર્થવ્યવસ્થાના મામલે 45 ટકા અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં છે. 37 ટકા કમલા હેરિસ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.


Google NewsGoogle News