21 જુલાઈ 2024.... દુનિયાના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ, 84 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Image: Freepik
Hottest Day: 21 જુલાઈ 2024 એટલે કે ગયા રવિવારે દુનિયાના ઈતિહાસનો સૌથી ગરમ દિવસ હતો. આ પહેલા દુનિયાએ આવી ગરમી ગયા વર્ષે 6 જુલાઈએ રેકોર્ડ કરી હતી. આ જાણકારી કોપરનિકલ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે આપી છે. તેમના જણાવ્યા અનુસાર રવિવારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.09 ડિગ્રી સેલ્સિયસ હતું. જેણે 1940થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા.
આ ભયાનક ગરમીના કારણે યુરોપ અને અમેરિકામાં હીટવેવ અને જંગલની આગ ફેલાયેલી છે. તે પહેલા આટલું તાપમાન 2024એ રેકોર્ડ કરવામાં આવ્યુ હતું. ત્યારે પારો 17.08 ડિગ્રી સેલ્સિયસ હતો. આમ તો તાપમાનમાં માત્ર 0.01 ડિગ્રી સેલ્સિયસનું અંતર આવ્યુ છે પરંતુ આના કારણે જે મુશ્કેલીઓ આવી રહી છે તે ભયાનક હશે.
કોપરનિકલ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ડાયરેક્ટર કાર્લો બુઓટેમ્પોએ કહ્યું કે આ ગ્લોબલ મીન ટેમ્પરેચર છે. આ સમયે ગરમીનું મોટું કારણ દુનિયામાં ચાલી રહેલા હીટવેવ છે. દક્ષિણ અમેરિકા ભયાનક હીટ ડોમ સામે ઝઝૂમી રહ્યું છે. ચીનમાં હીટવેવ બાદ હવે વરસાદ, પૂર અને ફ્લેશ ફ્લડની અસર છે. સરેરાશ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર અમેરિકામાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યો છે.
સમગ્ર વિશ્વમાં વધતી ગરમીના કારણે મુશ્કેલી
એન્ટાર્કટિકા પોતાની શિયાળાની સિઝનમાં પણ મહત્તમ તાપમાન નોંધાવી ચૂક્યુ છે. એન્ટાર્કટિકાના આર્જેન્ટિનાના ટાપુ પર હાજર યુક્રેનના વર્નાડસ્કી રિસર્ચ બેઝ પર જુલાઈનું તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. આ ખૂબ વધુ છે. લંડનના એક સાયન્ટિસ્ટે જણાવ્યું કે આપણે આવા કોઈ સમયને સેલિબ્રેટ કરી શકીએ નહીં. આપણે પ્રકૃતિની સાથે રમત રમી રહ્યાં છીએ. તાપમાન સતત વધી રહ્યું છે.
લોકો અને ઈકોસિસ્ટમ માટે મોતની સજા
ફ્રેડરિકે જણાવ્યું કે આ લોકો અને ઈકોસિસ્ટમ માટે મોતની સજાથી ઓછું નથી. આ ક્લાઈમેટ ચેન્જનું પરિણામ છે. આ સાથે આ વખતે અલ-નીનોની અસર પણ જોવા મળી રહી છે. આ બંને પર જ આરોપ લાગી શકે છે પરંતુ જવાબદાર તો માનવી જ છે.
સાયન્ટિસ્ટે કહ્યું કે જેટલું વધુ કાર્બન ઉત્સર્જન હશે, તાપમાન એટલું જ વધુ થઈ જશે. ઉત્સર્જન, ગ્રીનહાઉસ ગેસ અને અલ-નીનોએ મળીને દુનિયાનો પારો ચઢાવી દીધો છે. સામાન્ય રીતે દુનિયાનું તાપમાન 12થી 17 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ફરતું રહે છે પરંતુ આ હવે મહત્તમ છે.
જુલાઈ અંત કે ઓગસ્ટનો પારો વધુ ઉપર જશે
દુનિયાનું સરેરાશ તાપમાન જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં સૌથી વધુ હોય છે. પરંતુ આ ડેટા તો આ મહિનાની શરૂઆતમાં જ રેકોર્ડ થઈ ગયો એટલે કે જુલાઈના અંત કે ઓગસ્ટનું તાપમાન પાછો રેકોર્ડ તોડી શકે છે.
માનવી દર વર્ષે અશ્મિભૂત ઇંધણને સળગાવીને વાતાવરણમાં 4000 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ કરે છે. જેના કારણે વાતાવરણ ગરમ થતું જઈ રહ્યું છે. પ્રશાંત મહાસાગરમાં આ વખતે અલ-નીનોની અસર પણ છે.