2000 વર્ષ જૂનું 'અંજીર' મળ્યું, હજારો વર્ષો પહેલા આ રીતે કરાતું હતું સેવન, રિસર્ચર ચોંક્યા
Image: Freepik
2000 Year Old Fig Found: ડબલિનના ડ્રુમનઘમાં એક ખોદકામ દરમિયાન મળેલી આ મહત્વપૂર્ણ શોધથી રોમન સામ્રાજ્ય અને આયર્લેન્ડની વચ્ચે હજારો વર્ષ પહેલા થનાર વેપારના અભ્યાસને લઈને અમુક પાસા સામે આવ્યા. તેનાથી ખબર પડે છે કે આખરે બંને દેશ કઈ રીતે વસ્તુઓનો એકબીજા સાથે વેપાર કરતાં હતાં.
યુનિવર્સિટી કોલેજ ડબલિનના રિપોર્ટ અનુસાર અંજીર આ વિસ્તારમાં ખોદકામથી મળેલી વિભિન્ન વસ્તુઓ પૈકીનું એક છે. આ સિવાય ધાતુ અને ચિનાઈ માટીની વસ્તુઓ અને અન્ય ખાદ્ય અવશેષ પણ ખોદકામમાં મળ્યા છે. આટલા દિવસો સુધી આ ખાદ્ય અવશેષો એટલા માટે સંરક્ષિત રહી ગયા કેમ કે તે સળગી ગયા હતા.
અંજીરથી ખુલ્યુ રોમ અને આયર્લેન્ડની વચ્ચે પ્રાચીન વેપારનું રહસ્ય
આ પ્રાચીન અંજીર રોમન સામ્રાજ્ય અને આયર્લેન્ડની વચ્ચે આદાન-પ્રદાન કરનારી વસ્તુઓ વિશે નવી જાણકારી આપે છે. પ્રાચીન ખાદ્ય શોધ જૂથના ડિરેક્ટર પ્રોફેસર મેરિયલ મેકક્લેચીના જણાવ્યા અનુસાર મધ્યયુગીન ડબલિન, કોર્ક અને અન્ય શહેરોના ખોદકામમાં 13મી સદીના અંજીરના બીજ મળ્યા છે.
પહેલી વખત આટલા પ્રાચીન કોઈ ફળના અવશેષની થઈ છે શોધ
આ પહેલી વખત છે જ્યારે આયર્લેન્ડમાં કોઈ પ્રાચીન ફળની શોધ કરવામાં આવી છે, જે તેને પોતાની પ્રાચીનતાના કારણે એક અનોખું બનાવે છે. રોમન સામ્રાજ્ય અને આયર્લેન્ડની વચ્ચે વેપાર માર્ગોએ ભોજન અને અન્ય ખાદ્ય સામગ્રીના આદાન-પ્રદાનને સરળ બનાવ્યું. આ શોધ પહેલા સંશોધનકર્તાઓને ખબર નહોતી કે અંજીર હજારો વર્ષ પહેલા આયર્લેન્ડ પહોંચી ચૂક્યા હતાં.
આનાથી હજારો વર્ષ પહેલા આયર્લેન્ડની રહેણીકરણીની ખબર પડી
ફિંગલ કાઉન્ટી કાઉન્સિલમાં હેરિટેજ અધિકારી અને પુરાતત્વવિદ ક્રિસ્ટીન બેકરના નેતૃત્વમાં કરવામાં આવેલા ખોદકામમાં ખાદ્ય અવશેષો સિવાય ઘણી પ્રાચીન વસ્તુઓ પણ મળી છે. આ શોધોએ સંશોધનકર્તાઓને હજારો વર્ષ પહેલા આયર્લેન્ડમાં લોકોના રહેવાની રીત વિશે શ્રેષ્ઠ સમજણ આપી છે.
રોમન વિજયના પહેલા 200 વર્ષ દરમિયાન રોમનનો બ્રિટનના ચેસ્ટર વિસ્તારની સાથે સંબંધની તરફ ઈશારો કરે છે. અંજીર સિવાય આયર્લેન્ડમાં અન્ય પુરાતત્વીય શોધોમાં એક ખેડૂત દ્વારા કાઉન્ટી ડોનેગલમાં શોધવામાં આવેલા બોટ બટરનો 60 પાઉન્ડનો સ્લેબ પણ સામેલ છે. જોકે આ વિસ્તારમાં બોગ બટર એક અસામાન્ય શોધ નથી પરંતુ આ વિશેષ સ્લેબ પોતાના આકાર માટે ઉલ્લેખનીય હતો, જે આજ સુધી આયર્લેન્ડમાં મળેલા સૌથી મોટા ટુકડા પૈકીનો એક છે.