20 વર્ષના યુવકે જીતી 80 કરોડ રૂપિયાની લોટરી, પછી ગટર સાફ કરવા નીકળી પડ્યો
20 Year Old Wins Lottery Worth Rs 80 Crore: બ્રિટનમાં રહેતા જેમ્સે ક્રિસમસ દરમિયાન નેશનલ લોટરીમાં 120 પાઉન્ડ એટલે કે લગભગ 12724 રૂપિયા જીત્યો હતો. તે પૈસાથી ફરી તેણે બીજી લોટરીની ટિકિટો ખરીદી. તેમાથી તેને 75 લાખ પાઉન્ડ એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 78.84 કરોડની લોટરી જીતી છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન કેસમાં હજુ સુધી કોઇની ધરપકડ નહીં: પોલીસની સ્પષ્ટતા
આ જોઈને 'હેરા ફેરી' ફિલ્મનું એક ગીત યાદ આવે છે કે, 'દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે.' એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ પૈસા કે ખુશી મળે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. આવુ જ બ્રિટનમાં રહેતા એક છોકરા સાથે થયુ છે. જેણે લગભગ 80 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. પરંતુ રસપ્રદ વાત એ છે, કે લોટરી જીત્યા પછી તે ગટર સાફ કરવા નિકળી ગયો હતો. આવો જાણીએ કે તેણે આવુ કેમ કર્યું.
કરોડોની લોટરી લાગી
એક રિપોર્ટ મુજબ 20 વર્ષીય જેમ્સ ક્લાર્કસન નામના છોકરાએ આ લોટરી જીતી છે. તે એક તાલીમાર્થી ગેસ એન્જિનિયર છે. જેમ્સે ક્રિસમસ પર નેશનલ લોટરીમાં 120 પાઉન્ડ એટલે કે ભારતીય રુપિયા પ્રમાણે 12724 જીત્યો હતો. આ પૈસાથી તેણે વધુ લોટરી ટિકિટો ખરીદી. જેનો તેનો મોટો ફાયદો થયો. તેને 75 લાખ પાઉન્ડ એટલે ભારતીય રુપિયા પ્રમાણે 79.84 કરોડના લોટરી જેકપોટ મળ્યો છે.
'પહેલા તો મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો'
'હું મારી ગર્લફ્રેન્ડના ઘરે હતો. હિમવર્ષા જોવા માટે વહેલો ઉઠ્યો હતો, ત્યારે મેં મેસેજ જોયો કે, હું નેશનલ લોટરી એપ પર લોટરી જીતી ગયો છું. મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો. મને લાગ્યું કે, હું કોઈ સપનું જોઈ રહ્યો છું. ત્યારે સવારના 7.30 વાગ્યા હતા, તેથી બધા સૂતા હતા. મને લાગ્યું કે, મારા પિતા આ સમયે જાગી ગયા હશે, તેથી મેં તેમને ફોન કર્યો. તેમણે કહ્યું કે, તું ઘરે આવી જા, પછી જોઈશું. હું ઘરે પહોંચ્યો. એ પછી મારા પરિવારમાં બધા ફોન સામે બેઠા. સવારે 9 વાગ્યે નેશનલ લોટરી લાઇન ખુલી એટલે મેં તેમને ફોન કર્યો. તેમણે પુષ્ટિ કરી આપી કે, મેં લોટરી જીતી લીધી છે.'
લોટરી જીત્યા પછી પણ ગટર સાફ કરવાનું બંધ નહીં કરુ..
નવાઈની વાત એ છે કે, લોટરી જીત્યા પછી પણ જેમ્સ ફરીથી મિલકત જાળવણીનું કામ કરવા લાગ્યો. તેણે કહ્યું કે, લોટરી જીત્યા પછી પણ શિયાળામાં ભરાયેલી ગટર સાફ કરવાનું કામ શરૂ કરી દીધુ. તેણે કહ્યું કે, 'હું મારુ આ કામ કરવાનું બંધ નહીં કરું. અને સાથે સાથે મારા અભ્યાસમાં પણ ધ્યાન આપીશ. હું હજુ ખૂબ નાનો છું.'