25 મિનિટના મુત્યુ પછી 20 વર્ષના યુવાનને ફરી મળ્યું જીવતદાન, હ્વદયના ધબકારા ચાલુ થઇ ગયા
ચાર્લી વિસેંટન અમેરિકાના પ્રવાસ દરમિયાન સનબર્નનો ભોગ બન્યો હતો.
આ ખતરનાક હ્વદય સંબંધી સમસ્યાને કાર્ડિયોમેગાલી કહેવામાં આવે છે.
ન્યુયોર્ક, ૫ જુલાઇ,૨૦૨૪,સોમવાર
કયારેક જીવન અને મરણની હેરત અંગેજ ઘટના બનતી હોય છે. એક બ્રિટિશ સ્ટુડન્ટનું ૨૫ મીનિટ મુત્યુ થયા પછી ફરી સજીવન થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટીશ સ્ટુડન્ટને સાઇલેન્ટ કિલર બીમારી હતી. સર્જરી દરમિયાન તેનું ૨૫ મીનિટ સુધી મુત્યુ થયું હતું.ત્યાર બાદ ડૉકટરના પ્રયાસોથી ચમત્કારિક ઘટના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦ વર્ષના ચાર્લી વિસેંટન અમેરિકાના પ્રવાસ દરમિયાન સનબર્નનો ભોગ બન્યો હતો.
સનબર્નના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન ફેફસામાં બીજી કેટલીક જટિલતા જોવા મળી હતી. ફેંફસામાં ન્યૂમોનિયાનું ગંભીર પ્રકારનું ઇન્ફેકશન હતું. શ્વસન સંક્રમણની સારવાર ચાલી રહી હતી ત્યારે અચાનક શૉક કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. ડૉકટરોએ તેના હ્વદયની બંધ થયેલી ગતિને શરુ કરવામાં ૨૫ મિનિટ જેટલો સમય લાગ્યો હતો.
તબીબોનું માનવું છે કે આ ખતરનાક હ્વદય સંબંધી સમસ્યાને કાર્ડિયોમેગાલી કહેવામાં આવે છે. આ તકલીફ ન્યુમોનિયાના લીધે વધી શકે છે. ચાર્લીએ ગંભીર પ્રકારની સર્જરી કરાવવી પડી તે દરમિયાન એક સપ્તાહ સુધી બેભાન અવસ્થામાં રહેવું પડયું હતું. હવે તે હરી ફરી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે. હ્વદયની ગતિ અટકી જવું એ મુત્યુ ગણાય છે એ રીતે ચાર્લી ૨૫ મિનિટ માટે મરીને પછી જીવતો થયો હતો.