Get The App

ભોજન માટે લાઈનમાં ઊભેલા લોકો પર ઈઝરાયલી સૈન્યનો ગોળીબાર, 20નાં મોત, 150થી વધુ ઘાયલ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ભોજન માટે લાઈનમાં ઊભેલા લોકો પર ઈઝરાયલી સૈન્યનો ગોળીબાર, 20નાં મોત, 150થી વધુ ઘાયલ 1 - image


Image Source: Twitter

જેરુસલેમ, તા. 15 માર્ચ 2024 શુક્રવાર

ઈઝરાયલ-હમાસના યુદ્ધને મહિના વીતી ચૂક્યા છે અને ગાઝામાં મોતની સંખ્યા વધતી જઈ રહી છે. ઘણા બાળકો સહિત સામાન્ય નાગરિક ફાયરિંગ અને બોમ્બ બ્લાસ્ટનો શિકાર થઈ રહ્યા છે. ગાઝામાં ભોજન અને જરૂરિયાતની વસ્તુઓ મદદ તરીકે પહોંચાડાઈ રહી છે.

આ વચ્ચે ઈઝરાયલની ફાયરિંગમાં ભોજનની મદદની રાહ જોઈ રહેલા ઘણા લોકો માર્યા ગયા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે આ હુમલામાં લગભગ 20 લોકો માર્યા ગયા છે અને 150થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલો ગાઝામાં કુવૈતી ચાર રસ્તા પર થયો જ્યાં સામાન્ય રીતે મદદ માટે ટ્રક ભોજન લઈને પહોંચે છે.

મૃતકોની સંખ્યા વધશે

અલ શિફા હોસ્પિટલના ઈમરજન્સી એકમના ડોક્ટર મોહમ્મદ ગરાબે કહ્યુ કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે કેમ કે જાનહાનિ થયેલાને હજુ પણ હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ઘટના સ્થળે હાજર એક સાક્ષીએ જણાવ્યુ હતુ કે ડઝન લોકોના મોત થઈ ગયા છે. વીડિયોમાં કથિત રીતે ઘટના સ્થળે ડઝનેક મૃતદેહો પડી રહ્યા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે આ ઘટનાને ઈઝરાયલી દળો દ્વારા ગાઝામાં કુવૈતી ક્રોસરોડ પર માનવતાવાદી સહાયની રાહ જોઈ રહેલા નાગરિકોના જૂથને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ છે.

ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર વિસ્તારમાં કોઈ આર્ટિલરી અથવા ટાંકીની આગ જેવા અવાજથી હુમલો કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર ગાઝા નાગરિક સુરક્ષાના પ્રવક્તા મહમૂદ બસલે ગુરુવારે એક નિવેદનમાં હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યુ.

સમુદ્રના માર્ગે મદદ પહોંચશે

મહમૂદ બસલના હવાલાથી કહ્યુ, ઈઝરાયલી કબ્જાવાળી સેના હજુ પણ ઉત્તરી ગાઝા પટ્ટીમાં થનારા અકાલના પરિણામસ્વરૂપ રાહત મદદની રાહ જોઈ રહેલા નિર્દોષ નાગરિકોને મારવાની નીતિનો અભ્યાસ કરી રહ્યા છે. આ દરમિયાન ઇઝરાયેલ સંરક્ષણ દળો (આઈડીએફ) એ જાહેરાત કરી કે માનવીય સહાયતા પહેલી વખત સમુદ્રના માર્ગે ગાઝામાં પ્રવેશ કરશે. 

ગાઝામાં જમીન, હવા અને સમુદ્રથી માનવીય મદદ પહોંચી રહી છે. પહેલી વખત માનવીય મદદ સમુદ્રના માર્ગે ગાઝા પહોંચી રહી છે. માનવીય મદદ લઈને યુએઈ દ્વારા ભંડોળ વાળુ એક જહાજ મંગળવારે રવાના થયુ. આઈડીએફે ગુરુવારે જણાવ્યુ કે ઈઝરાયલની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસની ઓપરેશન્સ યુનિટના એક કમાન્ડર મુહમ્મદ અબુ હસનાને રાફા વિસ્તારમાં ચોક્કસ નિશાન બનાવાયા અને મારી પડાયા.


Google NewsGoogle News