Get The App

મુજીબુરનગરમાં ૧૯૭૧ના યુધ્ધની મુર્તિઓ પણ બચી નહી, ભારત સાથે છે ખાસ કનેકશન

મુર્તિઓ મુકિતસંગ્રામ અને ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે ખાસ સંકળાયેલી છે.

પાકિસ્તાનના સૈન્ય અધિકારી આત્મ સમર્પણના દસ્તાવેજો પર સહી કરી હતી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
મુજીબુરનગરમાં ૧૯૭૧ના યુધ્ધની મુર્તિઓ  પણ બચી નહી, ભારત સાથે છે ખાસ કનેકશન 1 - image

ઢાકા,૧૨ ઓગસ્ટ,૨૦૨૪,સોમવાર 

બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનથી શેખ હસીના સરકારનું પતન થયું. શેખ મુજીબૂર રહેમાન જેમને બાંગ્લાદેશના સ્થાપક ગણવામાં આવે છે. બાંગ્લાદેશની ચલણી નોટ પર તેમની તસ્વીરને સ્થાન આપવામાં આવ્યું છે તેમના સ્ટેચ્યુ તોડવામાં આવ્યા હતા. ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની આર્મીનો મોટો ફાળો હતો. બાંગ્લાદેશમાં આઝાદી માટે સંઘર્ષ કરતી મુકિતવાહિનીને ભારતે મદદ કરી હતી. પરિણામ સ્વરુપ પાકિસ્તાન સૈન્યએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા.

તાજેતરમાં થયેલા તોફાનોમાં ૧૯૭૧ના શહીદ સ્મારક પરિસરનાં આવેલી પ્રતિષ્ઠિત મૂર્તિને તોડવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના સૈન્ય અફસર ભારતના સૈન્ય અધિકારીઓ સામે આત્મસમર્પણના દસ્તાવેજો પર સહી કરી રહયા છે. આ ઘટના બાંગ્લાદેશ મુકિતસંગ્રામ અને ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે ખાસ સંકળાયેલી છે. દુનિયાના નકશા પર બાંગ્લાદેશના ઉદય સાથે જોડાયેલી ખાસ તસ્વીરને કોંગ્રેસના સાંસદ શશી થરુરે શેર કરીને ભારત વિરોધી તોડફોડ ગણાવી છે. તૂટેલી પ્રતિમાને દુખદ ઘટના ગણાવી હતી.

મુજીબુરનગરમાં ૧૯૭૧ના યુધ્ધની મુર્તિઓ  પણ બચી નહી, ભારત સાથે છે ખાસ કનેકશન 2 - image

ટ્વીટમાં જણાવાયું હતું કે મુજીબનગરમાં ૧૯૭૧ના શહીદ સ્મારક પરિસરમાં ભારત વિરોધી ઉપદ્વવીઓ દ્વારા નાશ કરવામાં આવેલી મુર્તિઓ જોઇને ખૂબ જ કષ્ટ થાય છે. આ ભારતીય સંસ્કૃતિક કેન્દ્ર. મંદિરો અને અનેક સ્થાનો,હિંદુ ઘરો પર અપમાનજનક હુમલા પછી બન્યું છે.જો કે અલ્પસંખ્યકોના ઘરો અને પૂજા સ્થળોનું કયાંક રક્ષણ કર્યુ હોવાના પણ સમાચાર જાણવા મળતા હતા.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પરના હુમલા કેટલાક આંદોલનકારીઓના એજન્ડાને સ્પષ્ટ કરે છે. એટલું જ નહી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની અંતરિમ સરકારને કાનુન અને વ્યવસ્થા જળવાય તે માટે તાત્કાલિક પગલા ભરવાની માંગણી કરી હતી. ભારત અશાંત સમયમાં બાંગ્લાદેશની સાથે છે પરંતુ આ પ્રકારની અરાજકતાને કયારેય માફ કરવામાં આવશે નહી.


Google NewsGoogle News