Get The App

19.3 કરોડ ડૉલરનું સાઈબર કૌભાંડ, આફ્રિકામાંથી 1000થી વધુની ધરપકડ, ઈન્ટરપોલની કાર્યવાહી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
19.3 કરોડ ડૉલરનું સાઈબર કૌભાંડ, આફ્રિકામાંથી 1000થી વધુની ધરપકડ, ઈન્ટરપોલની કાર્યવાહી 1 - image


- સાયબર અપરાધીઓેએ 35000 લોકોને નિશાન બનાવ્યા

- ઇન્ટરપોલ અને એફ્રિપોલે 19 આફ્રિકન દેશોમાં  બે સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સંયુક્ત ઓપરરેશન ચલાવ્યું

- કેન્યામાં 86 લાખ અમેરિકન ડોલરની છેતરપિંડીમાં બે ડઝન લોકોની ધરપકડ

- સેનેગલમાં 60 લાખ  ડોલરની પોન્ઝી સ્કીમમાં ચીનના પાંચ નાગરિકો સહિત આઠ પકડાયા

Cyber Crime News | સાયબર અપરાધ પર અંકુશ મુકવા માટે બે મહિનાના અભિયાન દરમિયાન આફ્રિકામાં 1006 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે તેમ વૈશ્વિક પોલીસ સંગઠન ઇન્ટરપોલે એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇન્ટરપોલે 35000 પીડિતોની ઓળખ કરી હતી જેના કેસ સમગ્ર વિશ્વમાં 19.3 કરોડ ડોલરના નાણાકીય નુકસાન સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સહિત ખાનગી સેકટરના ભાગીદારોએ ઓપરેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

સાયબર અપરાધીઓએ હજારો લોકોને નિશાન બનાવ્યા હતાં. જેમાંથી કેટલાકની દાણચોરી કરવામાં આવી હતી. પીડિતોને લાખો ડોલરનું નુકસાન થયું હતું. 

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આફ્રિકન યુનિયનની પોલીસ એજન્સી એફ્રિપોલ સાથેના સંયુકત ઓપરેશન 'ઓપરેશન સેરેન્ગેટી' બે સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 19 આફ્રિકન દેશોમાં ચલાવવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં રેનસમવેયર, બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇસ, ડિજિટલ એક્સ્ટ્રોશન અને ઓનલાઇન કૌભાંડ પાછળના અપરાધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં. 

ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ વાલ્ડેસી ઉર્કીઝાએ જણાવ્યું હતું કે મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડથી લઇને ઔદ્યોગિક સ્તર પર ક્રેડિટ કાર્ડ છેતરપિંડી સુધી, સાયબર અપરાધનું વધતુ પ્રમાણ ચિંતાનો વિષય છે. 

કેન્યામાં ૮૬ લાખ અમેરિકન ડોલરના નુકસાન સાથે જોડાયેલ ઓનલાઇન ક્રેડિટ કાર્ડ છેતરપિંડી કેસમાં લગભગ બે ડઝન લોકોની ધરપકડ કરી છે. પશ્ચિમી આફ્રિકન દેશ સેનેગલમાં અધિકારીઓએ 60 લાખ અમેરિકન ડોલરની ઓનલાઇન પોન્ઝી યોજના માટે પાંચ ચીનના નાગરિકો સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. 

એફ્રિપોલના એક્ઝિકયૂટીવ ડાયરેક્ટર જલેલ ચેલ્બાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેરેનગેટીના માધ્યમથી એફ્રિપોલના આફ્રિકી સંઘના સભ્ય રાજ્યોમાં લો એન્ફોર્સમેન્ટ માટે સમર્થનને વધાર્યુ છે.


Google NewsGoogle News