Get The App

બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઈન્ડિયાના વિમાનથી વતન પરત

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ એર ઈન્ડિયાના વિમાનથી વતન પરત 1 - image


Image: Facebook

Bangladesh Violence: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનવાની જાહેરાત પણ થઈ ચૂકી છે, પરંતુ ઉગ્ર વિદ્યાર્થીઓનું આંદોલન રોકાવાનું નામ લઈ રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી બાંગ્લાદેશ સળગી રહ્યું છે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ગત 4 ઓગસ્ટથી દેશમાં જુદા-જુદા સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓથી છેલ્લા બે દિવસમાં લગભગ 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આ સમગ્ર હિંસક ઘટનામાં 300થી વધુ બાંગ્લાદેશ લોકો માર્યા ગયા છે. આ ઘટનાઓને જોતાં ઢાકા જતી ઘણી ભારતીય એરલાઇન્સ બંધ કરી દેવાઈ હતી, જે આજથી ફરીથી શરૂ થઈ રહી છે.

આજથી ઢાકા માટે એરલાઈન્સ શરૂ

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એરલાઈન્સ કંપનીઓએ આજથી ઢાકા માટે ફરીથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાનું એલાન કર્યું છે. જેમાં IndiGo અને   Vistara સામેલ છે, જ્યારે એર ઈન્ડિયાએ કાલે, મંગળવારે જ પોતાની એરલાઈન્સ ફરીથી શરૂ કરી દીધી હતી. એર ઈન્ડિયાએ બાંગ્લાદેશની રાજધાનીથી લોકોને પાછા લાવવા માટે એક ખાસ ફ્લાઈટ સંચાલિત કરવાનું એલાન કર્યું હતું. મંગળવાર સવારની ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી પરંતુ સાંજે એર ઈન્ડિયાએ પોતાની ઉડાન ભરી અને બુધવારે સવારે ઢાકાથી ઘણા ભારતીય મુસાફરોને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચ્યું.

દૂતાવાસના 190 કર્મચારી વતન પરત

મળતી માહિતી અનુસાર બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ઢાકાથી 199 મુસાફરો અને 6 નવજાતને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચી છે. જેમાં 190 લોકો ભારતીય દૂતાવાસના કર્મચારી સામેલ છે. બાંગ્લાદેશમાં ખરાબ સ્થિતિની વચ્ચે લગભગ 15 હજાર ભારતીય ત્યાં ફસાયેલા છે. આ ભારતીયોને સુરક્ષા પૂરી પાડવા માટે ભારત સરકાર ઢાકાના સંપર્કમાં છે. કાલે એર ઈન્ડિયા અને આજે IndiGo અને Vistara ની એર સર્વિસ શરૂ થવાથી ત્યાં ફસાયેલા ભારતીયો ટૂંક સમયમાં જ પોતાના વતન પાછા આવી શકે છે. વતન વાપસીનું કાર્ય શરૂ થઈ ચૂક્યો છે.

રિશેડ્યૂલ પર મુસાફરોને આપી છૂટ

એર ઈન્ડિયાએ કહ્યું કે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિના કારણે 4થી 7 ઓગસ્ટની વચ્ચે ઢાકાથી આવતી-જતી કોઈ પણ ફ્લાઈટ પર પુષ્ટિ કરવામાં આવેલી બુકિંગવાળા મુસાફરોને રિશેડ્યૂલ પર એક વખતની છૂટ આપવામાં આવી રહી છે. જોકે આ પ્રસ્તાવ 5 ઓગસ્ટે કે તેના પહેલા બુક કરવામાં આવેલી ટિકિટ માટે લાગુ છે. 

બાંગ્લાદેશની સ્થિતિ હજુ પણ ખરાબ

ઉલ્લેખનીય છે કે વિસ્તારા એરલાઈન્સ મુંબઈથી દરરોજ ફ્લાઈટ્સ અને દિલ્હીથી ઢાકા માટે 3 સાપ્તાહિક ફ્લાઈટ્સ સંચાલિત કરે છે. ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને ચેન્નઈથી બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે દરરોજ અને કોલકાતાથી ઢાકા માટે દરરોજ બે ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. જોકે બાંગ્લાદેશની હિંસક સ્થિતિ બાદથી આ તમામ એરલાઈન્સ કંપનીઓએ ઢાકા માટે પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. બાંગ્લાદેશની સ્થિતિ હજુ ખરાબ છે. શેખ હસીનાના તખ્તાપલટ બાદ હવે ત્યાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચનાની તૈયારી ચાલી રહી છે. 


Google NewsGoogle News