મેક્સિકોમાં ગેંગવૉરમાં સામ સામા ગોળીબારમાં 19નાં મોત : શાબ્દિક તડાતડી પછી ગન ફાઈટ થઇ
- પેસિફિક તટ તરફના ભાગે પર્વતીય પ્રદેશમાં કાયદો વ્યવસ્થા શૂન્ય છે, ગુંડાઓ મશીનગન્સ, અઢળક શસ્ત્ર અને સૈનિકો પહેરે તેવા હેલ્મેટ ધરાવે છે
મેક્સિકો સીટી : મેક્સિકોનાં સીના લોવા રાજ્યનાં પાટનગર પાસે, ગૂંડાઓની બે ટોળકીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં ૧૯નાં મોત થયાં હતાં. આ ટોળીઓ પૈકી એકની પોલીસે ધરપકડ કરી છે. તેમ મેક્સિકોનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મંગળવારે આ માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સિનાલોવા રાજ્યનાં પાટનગર કુલિયાકાનથી ૧૧ કી.મી. દૂર આ ઘટના બની હતી. તેથી સેનાની ટુકડીઓ ત્યાં મોકલવી પડી હતી તેટલી હદે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
પોલીસને જોતાં ૩૦ બંદૂકધારીઓએ તેમની ઉપર ગોળીબારી શરૂ કરી દીધી અને પછી જંગલ ભરેલા પર્વતોમાં નાસી ગયા હતા. કારણ કે ફેડરલ ફોસીએ મોરચો સંભાળ્યો હતો. આ ગૂંડાઓ તેમનાં શસ્ત્રો અને અન્ય અઢળક શસ્ત્ર સરંજામ પણ હાથ કર્યો હતો.
ગુંડા ટોળકીઓ પૈકી એકની ધરપકડ કરાઈ હતી. તેનું નામ એડવિન એન્ટોનિયો એન હોવાનું જાણવા મળ્યુ છે. આ શૂટરે પોતાની ખરી ઓળખ છૂપાવવા છેલ્લું નામ ગુપ્ત રાખી માત્ર એન તેટલું જ રાખ્યું છે.
આ ગૂંડા ટોળીઓને વિખેરી નાખ્યા પછી પોલીસે અને ભૂમિદળે સંયુક્ત કાર્યવાહી કરી એડવીન એન્ટોનિયો રૂબીયો બા બેઝની ધરપકડ કરી હતી. તેની ગૂંડા ટોળી પાસેથી ૩૦ બંદૂકો મશીનગન્સ ભારે શસ્ત્ર સરંજામ અને સૈનિકો પહેરે છે તેવાં શાર્મનેલ રેઝિસ્ટન્ટ વેસ્ટસ તથા હેલ્મેટસ પણ મળી આવ્યા હતા.
તે ઉપરાંત તેમનાં ૭ વાહનો પણ કબ્જે કરાયાં હતાં. નક્કર વાસ્તવિક્તા તે છે કે મેક્સિકોના પર્વતીય પ્રદેશનાં પેસિફિક તરફના ઢોળાવમાં, કાયદો અને વ્યવસ્થા જેવું ખાસ રહ્યું જ નથી. આ વનાચ્છાદિત જંગલો ગૂંડા ટોળીઓ માટે ખૂબ અનુકુળ છે.
આ ગૂંડા ટોળીઓ એક નેતા ઝામ્બાદાએ અમેરિકાની સરહદમાં ઘૂસીને પણ તેની ટોળી સાથે લૂંટફાટ ચલાવી હતી તેથી અમેરિકા તેની ધરપકડ કરવા માગતું હતું. તેવામાં તે મેક્સિકોની પોલીસના હાથે જ જુલાઈ મહિનામાં પકડાઈ ગયો. તેથી તેને બંદીવાન કરી વિમાન દ્વારા ટેક્સાસનાં અબ પાસો શહેર પાસેની એર સ્ટ્રીપ ઉપર લઇ જવાયો, જ્યાં અમેરિકાના અધિકારીઓએ તેની તુર્ત જ ધરપકડ કરી.