મેક્સિકોમાં બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 19નાં મોત, 18 ઈજાગ્રસ્ત, બંને વાહનો બળીને રાખ
આ અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો હતો
image : Freepik / Representative Image |
Maxico Bus Accident News | ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો હતો.
At least 19 dead in Mexico highway crash involving passenger bus, reports Reuters quoting local media
— ANI (@ANI) January 30, 2024
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
માહિતી અનુસાર ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. તેના માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બસમાં લગભગ 37 લોકો સવાર હતા. ઘટનાસ્થળની તસવીરો જોતાં લાગે છે કે બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા.
પોલીસે શું કહ્યું?
આ મામલે પોલીસે કહ્યું કે અમને આશંકા છે કે વધારે પડતી સ્પીડ, બસમાં ખામી કે પછી ડ્રાયવરના થાકને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ દુર્ઘટના ઉત્તર મેક્સિકોના નોર્થ વેસ્ટર્ન સિનાલોવા રાજ્યમાં સર્જાઈ હતી. દુર્ઘટના બાદથી નેશનલ હાઈવે પર વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી હતી.