ચીનના દક્ષિણના ગુઆંગ પ્રાંતમાં હાઈવે ભાંગી જતાં 19નાં મોત અનેકને ઈજા
- કુદરત પાસે માનવ લાચાર છે
- બચાવકર્મીઓ ગંભીર ઇજા પામેલા ૩૦ને હોસ્પિટલમાં લઈ ગયા : છેલ્લા કેટલાએ સમયથી થતી વર્ષાએ જમીન પોચી પડી ગઈ હતી
બૈજિંગ : ચીનના દક્ષિણના ગુઆંગ પ્રાંતમાં હાઈવે ભાંગી પડતાં ઓછામાં ઓછા ૧૯ના મોત થયા હતા. અનેક ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ૩૦ને ઘણી વધુ ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડયા હતા. આ માહિતી આપતાં બ્રોડકાસ્ટ સીસીટીવી જણાવે છે કે, છેલ્લા કેટલાએ દિવસોથી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી જમીન પોચી પડી જતાં હાઈવે અચાનક બેસી ગયો હતો. તેથી તે હાઇવે ઉપરથી પસાર થતી ભારે સામાન લઈ જતી ટ્રક હાઈવે દબાઈ જતાં ફસાઈ પડી હતી. ત્યારે તેની પાછળ આવતી એક બસ અથડાઈ પડી હતી. પરિણામે બસમાં રહેલા પ્રવાસીઓ પૈકી ૧૯નાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતા અને અનેકને ઇજાઓ થઈ હતી. જે પૈકી ૩૦ને ગંભીર ઇજાઓ થઈ હતી. તેથી બચાવ કર્મચારીઓ દ્વારા તે ત્રીશ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.