ઈટાલીમાં જવાળામુખી ટાઈમ બોમ્બ બન્યો, 18 શહેર અને આઠ લાખની વસતી પર ખતરો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
ઈટાલીમાં જવાળામુખી ટાઈમ બોમ્બ બન્યો, 18 શહેર અને આઠ લાખની વસતી પર ખતરો 1 - image

Image:Freepik 

રોમ.તા.11.નવેમ્બર.2023

ઈટાલીના નેપલ્સ શહેરથી 200 કિલોમીટર દુર આવેલા વિસ્તાર પર જ્વાળામુખીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્વાળામુખી ફાટવાના કારણે હવે આગામી દિવસોમાં કેટલોક વિસ્તાર ખાલી કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.જેમાં 125 સ્કૂલો અને 15000 ઈમારતોનો સમાવેશ થાય છે.આ તમામ બાંધકામો સંવેદનશીલ ક્ષેત્રોમાં આવેલા છે.

હાલમાં આ જ્વાળામુખીમાં લાવા ઉકળી રહ્યો છે અને તેનુ નામ છે કેમ્પી ફ્લેગ્રેઈ.આ જવાળામુખી 200 કિલોમીટર વિસ્તારના એરિયમાં છે.20 લાખ પહેલા સુપર વોલ્કેનોના કારણે આ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હોવાનુ મનાય છે.જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાં નાના નાના ગામડા, શોપિંગ મોલ્સ , સ્કૂલો તેમજ હોસ્પિટલો આવેલી છે.આસપાસના વિ સ્તારોમાં આઠ લાખની વસતી છે.

જો જ્વાળામુખી ફાટયો તો આ વિસ્તારમાં જાન માલની મોટુ નુકસાન થઈ શકે તેમ છે.આ વિસ્તારના રેડ ઝોનમાં પાંચ લાખ લોકોની વસતી છે.જ્વાળામુખીની આસપાસના 200 કિલોમીટરના વિસ્તારમાં 18 શહેરો આવેલા છે.જ્યાં મોટા નુકસાનની આશંકા છે.નેપલ્સ શહેરની આસપાસના લોકો પણ સંભવિત ખતરાથી બહાર નથી.

કેમ્પી ફ્લેગ્રેઈ જવાળામુખી છેલ્લે 1538માં ફાટયો હતો અને એ પછી અહીંયા એક નવો પહાડ અસ્તિત્વમાં આવ્યો હતો.બીજી તરફ હવે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે અને તેના કારણે સમગ્ર વિસ્તાર વધારે સંવેદનશીલ બની રહ્યો છે.આવનારા સમયમાં અહીંના ઘણા લોકોને બીજે ખસેડવાની જરુર પડશે.કુલ મળીને 15000 જેટલી ઈમારતોના લોકોને 27 નવેમ્બર સુધીમાં આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.


Google NewsGoogle News