Get The App

દ.કોરિયામાં ગમખ્વાર વિમાન દુર્ઘટના 172નાં મૃત્યુની શંકા : માત્ર બે બચ્યા

Updated: Dec 29th, 2024


Google News
Google News
દ.કોરિયામાં ગમખ્વાર વિમાન દુર્ઘટના 172નાં મૃત્યુની શંકા : માત્ર બે બચ્યા 1 - image


રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય) પ્લેન બેબી-લેડીંગ કર્યું ટુકડા થઈ ગયા : પ્લેનનાં પૈડાં બહાર નીકળી ન શકતાં દુર્ઘટના બની

સીઉલા: દક્ષિ કોરિયાના યુયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પવનની ગમખ્વાર દુર્ઘટના બનતાં, ૧૭૯ યાત્રિકો માર્યા ગયાની આશંકા છે. જ્યારે વિમાનના પાછળના ભાગમાં રહેલો એક યાત્રી તથા એક ક્રૂ મેમ્બર જીવંત બહાર નીકળી શક્યા હતા. જેમને યુઆનની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય પ્રમાણે) બનેલી આ દુર્ઘટનાની વિગત તેવી છે કે બેગકોકથી દક્ષિણનાં યુઆન જઈ રહ્યું હતું ત્યારે ઉતરાણ કરતાં પહેલાં તેનાં પૈડાં તેના કેસમાંથી બહાર નીકળી શક્યાં નહીં આથી બોઇંગ-૭૩૭-૮૦૦ પ્રકારનાં આ પ્લેનને બેવી લેન્ડીંગ કરાવવા પાયલોટે નિર્ણય લીધો.

તે સમયે જ વિમાનગૃહમાં ઉભેલાઓએ ભારે મોટો અવાજ સાંભળ્યો હતો અને પ્લેન સીધું એરપોર્ટ ફરતી દિવાલ સાથે અથડાયું તેથી પ્રચંડ ધડાકો થયો. પ્લેનના ટુકડા થઈ ગયા. વાસ્તવમાં બેવી લેન્ડીંગ કરતી વખતે પણ વિમાન બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. એરપોર્ટની દિવાલ સાથે અથડાતાં તેના વધુ ટુકડા થઈ ગયા પેન સળગી ઉઠયું પરંતુ પાછળના ભાગે રહેલો એક યાત્રિક તથા એક ક્રૂ મેમ્બર બચી ગયા હતા.

Tags :
South-Korea172-feared-dead-in-deadly-plane-crashOnly-two-survive

Google News
Google News