ચીનના ૧૭ વર્ષિય યુવા બેડમિંટન ખેલાડી ઝાંગ જીનું મોત, ચાલુ રમતે કોર્ટ પર પડી ગયા
જાપાનના કાજુમો કવાનોની વિરુધ મેચ રમી રહયા હતા.
મેચના પહેલા તબક્કામાં ૧૧-૧૧થી પરિણામ બરાબર રહયું હતું
જકાર્તા,૧ જુલાઇ,૨૦૨૪,સોમવાર
કોર્ટમાં મુત્યુ થતા સનસનાટી મચી ગઇ હતી. ઝાંગ જીનું ઇન્ડોેનેશિયાના યોગ્યાકાર્તાંમાં બેન્ડમિંટન એશિયા જુનિયર ચેમ્પિયનશીપ રમી રહી હતી. ૧૭ વર્ષીય ચીની શટલર જાપાનના કાજુમો કવાનોની વિરુધ મેચ રમી રહયા હતા. મેચના પહેલા તબક્કામાં ૧૧-૧૧થી પરિણામ બરાબર રહયું હતું. આ દરમિયાન અચાનક જ ઝાંગ જી જી કોર્ટમાં પડી ગઇ હતી.
થોડાક સમય પછી ઘટનાની ગંભીરતા સમજીને મેડિકલ ટીમ હોસ્પિટલ લઇ ગઇ હતી. હોસ્પિટલમાં ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી છતાં બચાવી શકાઇ ન હતી. બેન્ડમિન્ટન એશિયા, પીબીએસઆઇ અને ૨૦૨૪ એશિયાઇ જુનિયર બેન્ડમિન્ટન ચેમ્પિયનશિપના આયોજકોને ઝાંગજીની મોત અંગે સંયુકત નિવેદન બહાર પાડવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે ચીન સિંગલ બેન્ડમિન્ટન ખેલાડી એક મેચ દરમિયાન કોર્ટ પર પડી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો છે જેમાં ખેલાડી અચાનક જ કોર્ટ પર પડી જાય છે. થોડાક સમય સુધી હલનચલન જણાય છે. સામેની તરફના ખેલાડી કશું સમજી શકતા નથી. ચીની હેલ્થ સ્ટાફ તેમની પાસે આવવાનો પ્રયાસ કરે છે. ભારતની બે વાર ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંઘુએ ઝાંગ જીજીની મુત્યુ પર શોક વ્યકત કર્યો હતો.