Get The App

VIDEO: મહિલાને જીવતી જ ગળી ગયો 16 ફૂટનો અજગર, ત્રણ દિવસે પેટ કાપ્યા પછી કાઢ્યું શરીર

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
VIDEO: મહિલાને જીવતી જ ગળી ગયો 16 ફૂટનો અજગર, ત્રણ દિવસે પેટ કાપ્યા પછી કાઢ્યું શરીર 1 - image


16 foot python swallowed Woman: ઈન્ડોનેશિયા (Indonesia)થી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહિં એક જીવતી મહિલાને 16 ફૂટ લાંબો અજગર ગળી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દક્ષિણ સુલાવેસી પ્રાંતના કલેમપાંગ ગામમાં રહેતી ચાર બાળકોની માતા ફરીદા ગુરૂવારે ખોવાઇ ગઇ હતી અને ઘર પાછી આવી ન હતી, જે બાદ તેના પતિ અને અન્ય ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ કરતી વખતે મહિલાના પતિને તેની અમુક વસ્તુઓ મળતાં સૌને કોઇ અનિચ્છનિય ઘટના ઘટી હોવાની શંકા થઇ હતી.

16 ફૂટ લાંબો અજગર

દરમિયાન ગ્રામજનોએ વધુ શોધખોળ કરતાં એક ફૂલેલા પેટવાળો 16 ફૂટ લાંબો અજગર દેખાયો હતો, જેના પર ગ્રામજનોની શંકા જતાં તેમણે અજગરનું પેટ ચીરવા અંગે વિચાર્યું. જ્યારે એનો પેટ ચિરવાનું શરૂ કર્યું ત્યારે 45 વર્ષીય ફરિદાનો માથું દેખાવા લાગ્યું હતું. જે જોતા સૌ આઘાત પામ્યા હતા પછી સૌએ મળીને અજગરના પેટમાંથી મહિલાનું મૃત શરીર બહાર કાઢ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

ઈન્ડોનેશિયામાં અજગરના હુમલાની વધતી ઘટનાઓ

અજગર દ્વારા વ્યક્તિઓેને ગળી જવાની ઘટના ખુબ જ દુર્લભ માનવામાં આવે છે, પરંતુ હાલના વર્ષોમાં ઈન્ડોનેશિયામાં આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી છે. પાછલા વર્ષે, દક્ષિણ-પૂર્વ સુલાવેસીના તિનંગગિયા જીલ્લામાં આઠ મીટર લાંબો અજગર એક ખેડૂતને ગળી ગયો હતો. વર્ષ 2018માં પણ મુના શહેરમાં એક 54 વર્ષીય મહિલાને 7 મીટર લાંબો અજગર ગળી ગયો હતો. આ પ્રકારની વધતી ઘટનાઓથી સમગ્ર પ્રાંતમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.


Google NewsGoogle News