Get The App

અમેરિકામાં 150 ગુજરાતીઓ ઝડપાયા: મેક્સિકો બોર્ડરથી કરી રહ્યા હતા પ્રવેશ, તમામને કરાશે ડિપોર્ટ: સૂત્રો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
150 indians held in usa


150 Indians held in USA : દિન પ્રતિદિન અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં જવાની ઘેલછા વધી રહી છે જેના કારણે ઘણા લોકો કાયદો તોડીને પણ દેશમાં ઘૂસી જવાનો રસ્તો અપનાવી રહ્યા છે. આવી ગેરરીતિમાં એજન્ટો સૌથી વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે. એવામાં ફરીથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 150 ગુજરાતીઓ ઝડપાયા હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. 

મેકિસકોથી અમેરિકામાં ઘૂસી રહ્યા હતા 

મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ખોટી રીતે ઘૂસવાનો પ્રયાસ કરવામાં 150 ગુજરાતીઓ ઝડપાયા છે. આ તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. માનવામાં આવી રહ્યું છે કે આ 150 ગુજરાતીઓ મેક્સિકોથી અમેરિકામાં ચાલતા જ ઘૂસી રહ્યા હતા અને ઝડપાઇ ગયા. નોંધનીય છે કે મેક્સિકો બોર્ડરથી મોટી સંખ્યામાં અનેક દેશથી લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી મેક્સિકો બોર્ડર પર કડકાઇ વધારવા માટે નિવેદન આપતા રહ્યા છે. 

જે 150 ગુજરાતીઓ ઝડપાયા છે તે મૂળ કયા જિલ્લાના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા અહેવાલ પ્રમાણે મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતનાં છે. 

નોંધનીય છે કે આઠ મહિના પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ફ્રાંસમાં આખેઆખું એક પ્લેન ઝડપાયું હતું. આ પ્લેનમાં 303 ભારતીયો સવાર હતા જે ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જઈ રહ્યા હતા. 



Google NewsGoogle News