લેબેનોન સરહદેથી ઇઝરાયેલ પર 15 રોકેટ વડે હુમલો, ડિફેન્સ સિસ્ટમે 4 રોકેટ તોડી પાડયા,

મોટા ભાગના રોકેટ નિર્જન અને ખુલ્લા વિસ્તારમાં પડતા જાનહાની ટળી

સરહદ પારના હુમલાખોરોને પાઠ ભણાવવા ઇઝરાયેલ મકકમ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
લેબેનોન સરહદેથી ઇઝરાયેલ પર 15 રોકેટ વડે હુમલો,  ડિફેન્સ સિસ્ટમે 4 રોકેટ તોડી પાડયા, 1 - image


તેલઅવિવ, 10 ઓકટોબર,2023,મંગળવાર 

હમાસના હિચકારા હુમલા પછી ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સ પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી પર નિર્ણાયક હુમલા કરી રહયું છે પરંતુ સરહદ પારથી હજુ પણ આતંકી હુમલાનો અંત આવતો જણાયો નથી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર લેબનોનથી ઉત્તર ઇઝરાયેલ તરફ 15 રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે આ રોકેચ હુમલાથી કોઇ નુકસાન થયું નથી.  લેબનોન તરફથી થયેલા રોકેટ હુમલામાંના 4 રોકેટને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવામાં આવ્યા હતા. જયારે બાકીના ખુલ્લા વિસ્તારોમાં પડયા હતા. આથી જાનહાની ટાળી શકાઇ હતી. 

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા આંતકના માળખાને નુકસાન પહોંચાડવાની કાર્યવાહીના ભાગરુપે હમાસના ટોચના બે અધિકારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. હમાસના હુમલાથી 900 થી વધુ ઇઝરાયેલના મૃત્યુ થયા છે જેમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના 123 સૈનિકોના સમાવેશ થાય છે. ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સે જાહેરાત કરી છે કે ઇઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં આતંકવાદી જૂથો વચ્ચે ચાલી રહેલી લડાઇ વચ્ચે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં શાળાઓ બંધ રહેશે,

કારણ કે હોમ ફ્રન્ટ કમાન્ડ હાલના પ્રતિબંધોને લંબાવવામાં આવે તેવી શકયતા છે. IDF હોમ ફ્રન્ટ કમાન્ડે 10 થી વધુ લોકોના બહાર નિકળવા પર અને 50 લોકો ઘરની અંદર પણ ભેગા થવા પર પ્રતિબંધ છે. તેલ અવિવમાં આવેલા ઇચિલોવ મેડિકલ સેન્ટરને કેટલાક વિભાગનોને ભૂગર્ભ હોસ્પિટલ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુધ્ધની સ્થિતિ ઉભી થઇ છે ત્યારે જરુર પડે  તાત્કાલિક સારવાર માટે ઉપયોગ કરવામાં આવશે. 


Google NewsGoogle News