જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુલેન્સની ઘટનાઓ ૧૪૯ ટકા વધી

અમેરિકામાં એક દાયકામાં ટર્બુલેન્સથી ૧૬૩ લોકો ઘાયલ થયા છે.

યુએસમાં એક દાયકામાં ટર્બુલેન્સથી ૧૬૩ લોકો ઘાયલ થયા છે.

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુલેન્સની ઘટનાઓ ૧૪૯ ટકા વધી 1 - image


સિંગાપુર,૨૨ મે,૨૦૨૪,બુધવાર 

તાજેતરમાં સિંગાપુર એરલાઇન્સનું વિમાન ખતરનાક ટર્બુલેન્સમાં ફસાતા ૭૩ વર્ષના એક બ્રિટિશ નાગરિકનું મુત્યુ થયું હતું. વિમાને માત્ર ૩ મીનિટમાં ૬૦૦૦ ફૂટનું ગોથું ખાતા વિમાનની અંદર પેદા થયેલી હલચલથી મુસાફરો ગભરાઇ ગયા હતા અને કેટલાકને ઇજ્જા પણ થઇ હતી. આથી ટર્બુલેન્સ ચિંતાનો વિષય બન્યા છે. જળવાયુ પરિવર્તનના લીધે હવામાનમાં અત્યંત ફેરફાર અને તેની વાયુમંડળમાં અસરના પગલે આ પ્રકારની ઘટનાઓ વધી ગઇ છે.

ખતરનાક ટર્બુલન્સ જયારે હવામાન ચોખ્ખું હોય તો પણ સર્જાય છે 

જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુલેન્સની ઘટનાઓ ૧૪૯ ટકા વધી 2 - image

નિષ્ણાતોનું માનવું છે કે એર ટર્બુલન્સ અત્યંત ખતરનાક હોય છે આવી ઘટનાઓ વધી રહી હોવાથી સાવચેતી અને સુરક્ષા ઉપાયો જરુરી બની ગયા છે. ટર્બુલન્સમાં એક અસ્થિર હવા વહેતી હોય છે જેની ગતિ અને દબાણનો અંદાજ મેળવવો મુશ્કેલ હોય છે. મોટા ભાગના લોકો એવું સમજે છે કે આ ખરાબ હવામાન કે તોફાન દરમિયાન જ થાય છે પરંતુ એ ભૂલ ભરેલું છે. ખતરનાક ટર્બુલન્સ જયારે હવામાન ચોખ્ખું હોય અને કોઇ પણ પ્રકારનું જોખમ જણાતું ના હોય ત્યારે સર્જાય છે. 

હવા ઝડપથી પસાર થાય ત્યારે ભારે ઉથલપાથલ મચી જાય છે. 

જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુલેન્સની ઘટનાઓ ૧૪૯ ટકા વધી 3 - image

સ્વચ્છ હવામાં ટર્બુલન્સ મોટે ભાગે વધુ ઉંચાઇ ધરાવતી હવાના પ્રવાહમાં થાય છે જેને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. જયારે હવાના બે પ્રવાહ એક બીજાની નજીકથી જુદી જુદી ગતિએ વહેતા હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે. જો ગતિમાં તફાવત વધારે હોય ત્યારે વાતાવરણ તેનું દબાણ સંભાળી શકતું ન હોવાથી હવાના પ્રવાહ બે ભાગમાં વહેંચાઇ જાય છે. જેટ સ્ટ્રીમ આસપાસ હવા ઝડપથી પસાર થાય ત્યારે ભારે ઉથલપાથલ મચી જાય છે. અમેરિકાના નેશનલ ટ્રાંસપોર્ટેશન બોર્ડના જણાવ્યા અનુસાર અમેરિકામાં છેલ્લા એક દાયકામાં ટર્બુલેન્સથી ૧૬૩ લોકો ઘાયલ થયા છે. 

ટર્બુનલની ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે 

જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુલેન્સની ઘટનાઓ ૧૪૯ ટકા વધી 4 - imageખાસ કરીને વિમાન ચાલક દળના સદસ્યોને ઇજ્જા થવાનો ખતરો વધારે રહે છે કારણ કે તે ઉડાણ દરમિયાન પોતાની સીટ પર પેટી બાંધીને બેઠા હોતા નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનની અસરથી ટર્બુલેન્સમાં વધારો થઇ શકે છે. ગત વર્ષ જિયોગ્રાફિકલ રિસર્ચ લેટર્સ નામની પત્રિકામાં પ્રકાશિત એક સંશોધન પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ટર્બુનલની ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે.

નોર્થ એટલાન્ટિક વિમાન માર્ગ પર ૧૯૭૯ થી ૨૦૨૦ સુધીમાં ૫૫ ટકા જેટલો વધારો થયો છે. કાર્બન ઉત્સર્જનના લીધે ઉંચાઇ પરની હવા ગરમ થઇ છે. હવા ગરમ થવાથી ગતિની ગતિમાં પણ ફેરફાર થઇ રહયો છે. જળવાયુ પરિવર્તનના લીધે એર ટર્બુનલના મામલામાં ૧૪૯ ટકા જેટલો વધારો થયો છે. 


Google NewsGoogle News