મૃત્યુ પછી 14 વર્ષ સુધી મહિલા ઓફિસે આવી? વર્ષો સુધી પેન્શન પણ મેળવ્યું, પછી ખૂલ્યું આ રહસ્ય

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
મૃત્યુ પછી 14 વર્ષ સુધી મહિલા ઓફિસે આવી? વર્ષો સુધી પેન્શન પણ મેળવ્યું, પછી ખૂલ્યું આ રહસ્ય 1 - image
Image Envato 

Received pension after 14 years of death : ક્યારેક ક્યારેક દુનિયામાં એવા કિસ્સા સામે આવતાં હોય જે આપણને ચોંકાવી દે છે. ક્યારેક એટલા મોટા લેવલ પર છેતરપિંડીના કિસ્સા બનતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. હકીકતમાં 1993માં એક મહિલાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. પરંતુ તે પછી વર્ષ 2007 સુધી દરરોજ વુહાનમાં એક ફેક્ટરીમાં કામ કરવા આવતી રહી. ત્યાર બાદ તે નિવૃત્ત થઈ અને પછી 2023 સુધી પેન્શન લેતી રહી. અત્યાર સુધી પેન્શન તરીકે આ મહિલાએ 393,676 યુઆન એટલે ભારતીય રુપિયા પ્રમાણે  આશરે  46.21 લાખ રુપિયા લીધા.

પરંતુ હવે સવાલ એ આવે છે આ બધુ થયુ કેવી રીતે ? મૃત્યુ પછી કોઈ નોકરી કેવી રીતે કરી શકે? તો વાસ્તવમાં આ એક મોટુ ફ્રોડ હતું, જે મૃતક મહિલાની બહેન દ્વારા કરવામાં આવ્યું હતું. 

ઉત્તર ચીનના આંતરિક મોંગોલિયા સ્વાયત્ત પ્રદેશના વુહાઈમાં એનએ નામની એક મહિલાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેની બહેને ચુપચાપ તેનું આઈ લઈને ફેક્ટરીમાં કામ ફરી શરૂ દીધુ હતું. જોકે, એમ ન કહી શકાય નહીં કે બંને મહિલાઓ સરખી દેખાતી હતી કે નહીં.

મહિલાએ પોલીસ સમક્ષ તેના તમામ ગુનાનો સ્વીકાર કર્યો

વુહાઈ શહેરના હૈબોવન ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટના જણાવ્યા પ્રમાણે, એનએ 2007માં તેની બહેનની નિવૃત્તિ સુધી ફેક્ટરીમાં કામ કર્યું. ત્યારપછી વર્ષ 2023 સુધી એટલે કે 16 વર્ષ સુધી તેની બહેનના નામે પેન્શન પણ લેતી રહી. જ્યારે અચાનક છેતરપિંડીનો ખુલાસો થયો ત્યારે એનએ પોલીસ સમક્ષ તેના તમામ ગુનાનો સ્વીકાર કર્યો અને પૈસા પરત ચુકવવાની વાત પણ કરી હતી. 

કોર્ટે ત્રણ વર્ષની જેલ અને 2.92 લાખનો દંડ ફટકાર્યો

મહિલાની કબૂલાત અને પૈસા પરત કરવાની ખાતરીના આધારે કોર્ટે તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. પાછળથી તે વધારીને ચાર વર્ષ કરવામાં આવી હતી. આ સાથે જ તેના પર 25,000 યુઆન એટલે ભારતીય રુપિયા પ્રમાણે 2.92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દે ઓનલાઈન કેટલાક એવી પ્રતિક્રિયાઓ આવી હતી કે, લોકો મહિલા પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહ્યા હતા. 


Google NewsGoogle News