Get The App

દુનિયાની સૌથી મોટી ગણેશજીની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં

Updated: Sep 9th, 2024

GS TEAM


Google News
Google News
દુનિયાની સૌથી મોટી ગણેશજીની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં 1 - image


Image:Twitter 

World tallest Ganesh statue: દેશમાં ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. ભારત સિવાય પણ ઘણા દેશો છે જ્યાં ગણેશજીની પ્રતિમા છે પરંતૂ તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તાની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહી પરંતૂ થાઇલેન્ડમાં છે.  

વિશ્વની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન (Khlong Khuean) શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી છે. 128 ફૂટ ઊંચા તાંબાના ગણેશ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં પરંતુ તેના મનમોહક દેખાવ માટે પણ જાણીતા છે.

આ મુર્તિના એક હાથમાં ફણસ, બીજા હાથમાં કેળુ, ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેરી છે. મસ્તક પર કમળનું ફૂલ અને તેની વચ્ચે ઓમ અંકિત છે. 

આ વિશાળ પ્રતિમા ક્યારે અને કેવી રીતે બની?

દુનિયાની સૌથી મોટી ગણેશજીની મુર્તિ ભારતમાં નહી પણ થાઇલેન્ડમાં 2 - image

થાઈલેન્ડ ટૂરિઝમ ડિરેક્ટરી અનુસાર, ગણપતિની પ્રતિમા પોલીસ જનરલ સોમચાઈ વાનિચેનીના નેતૃત્વમાં ચાચોએંગસાઓ સ્થાનિક એસોસિએશન ગૃપ દ્વારા બનાવવામાં આવી હતી. આ જૂથના અધ્યક્ષે 2009માં તેનું બાંધકામ શરૂ કર્યું હતુ. ગણપતિની આ મૂર્તિ 854 જુદા જુદા ભાગોને જોડીને બનાવવામાં આવી હતી.

ચાચોએંગસાઓના ક્લોંગ ખુઆન જિલ્લામાં 40,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તાર પર સ્થાપિત વિશાળ ગણેશ પ્રતિમાને સંરક્ષક કહેવામાં આવે છે. થાઈલેન્ડમાં તે સ્થાનિક જીવનશૈલી અને અર્થતંત્ર સાથે સુમેળભર્યા એકતાના પ્રતીક તરીકે ઊભું હોવાનું માનવામાં આવે છે. આ મુર્તિ દિવ્ય આશીર્વાદનું પ્રતીક છે.

થાઈલેન્ડમાં, જ્યાં બૌદ્ધ ધર્મ પ્રબળ ધર્મ છે, ભગવાન ગણેશને એવા દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે લોકોને અવરોધોને દૂર કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. થાઈલેન્ડમાં ગણેશ પુજાના મૂળ તે સમય સાથે જોડાયેલી છે જ્યારે બ્રાહ્મણવાદ દક્ષિણપૂર્વ એશિયામાં પ્રવેશ કરી રહ્યો હતો. જેમ જેમ તે વધ્યું તેમ, ભગવાન ગણેશ અહીં જ્ઞાન અને શાણપણના દેવ તરીકે લોકપ્રિય થયા. આ રીતે અહીં આવેલી પરગણપતિની વિશાળ પ્રતિમા કલાનું એક ભવ્ય ઉદાહરણ તો છે જ, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થળ તરીકે પણ વિકસિત થઈ છે. ખલોંગ ખુઆન ગણેશા ઈન્ટરનેશનલ પાર્ક, જ્યાં આ પ્રતિમા આવેલી છે, તેની ગણતરી થાઈલેન્ડમાં એક મુખ્ય તીર્થ સ્થળ તરીકે થાય છે.


Tags :