12 વર્ષના ઈંડીયન-અમેરિકન બૃહત-અમેરિકાની પ્રતિષ્ઠિત તેવી નેશનલ સ્પેલિંગ બી ટ્રોફી અને ડૉલર 50,000 જીત્યા

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
12 વર્ષના ઈંડીયન-અમેરિકન બૃહત-અમેરિકાની પ્રતિષ્ઠિત તેવી નેશનલ સ્પેલિંગ બી ટ્રોફી અને ડૉલર 50,000 જીત્યા 1 - image


- મૂળ તેલંગાણાના માતા-પિતાનો પુત્ર અસામાન્ય શક્તિ ધરાવે છે

- 30માંથી 29 શબ્દોનાં પરફેક્ટ સ્પેલિંગ 90 સેકન્ડમાં લખ્યા પ્રતિસ્પર્ધી ફૈઝાન ઝાકી 25માંથી 21 શબ્દો સાચા લખી શક્યો

વોશિંગ્ટન : મૂળ તેલંગાણાના અમેરિકા જઈ વસેલા શ્રીનિવાસ સોમના ૧૨ વર્ષના પુત્ર બૃહત સોમે અહીં યોજાયેલી સ્પેલિંગ સ્પર્ધામાં ૯૦ સેકન્ડમાં જ ૩૦માંથી ૨૯ શબ્દોના સાચા સ્પેલિંગ લખી ૨૦૨૪ની 'નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા જીતી ટ્રોફી ઉપરાંત ડૉલર ૫૦,૦૦૦નું પારિતોષિક મેળવ્યું છે. જ્યારે તેના નિકટના પ્રતિસ્પર્ધી ફૈઝાન ઝાકી ૨૫માંથી ૨૧ શબ્દો સાચા લખી શક્યો હતો તેથી તેને બીજું પારિતોષીક મળ્યું હતું તેને ૨૫,૦૦૦ ડૉલર મળ્યા હતા.

પોતાને આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળ્યો હતો તે વિષે પોતાના પ્રતિભાવો આપતા બૃહતે જણાવ્યું કે આ સ્પર્ધામાં હું વિજયી બન્યો છું તેમ મેં સાંભળ્યું ત્યારે મારૂં હૃદય અત્યંત ધડકી ઊઠયું હતું.

આ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાના નિયોજક આદમ સીમ્પસને બૃહતને અસામાન્ય મેઘાવી અને સ્મરણ શક્તિ ધરાવનાર કહ્યો હતો.

આ પૂર્વે પણ બૃહત્ આજે કેટલીએ સ્પર્ધાઓ જીતી હતી તેના પિતાશ્રીએ કહ્યું હતું કે અમારૂં કુટુમ્બ એક ધાર્મિક કુટુમ્બ છે મારો પુત્ર ભગવત્ ગીતા નિયમિત વાંચે છે. ૮૦ ટકા જેટલી ગીતા તેને મુખપાઠ છે.

બૃહત્ પૂર્વે દેવ શાહે ગત વર્ષે આ 'બી' ટ્રોફી જીતી હતી. ૨૦૨૨માં હરિણી લોગન નામની કુમારિકાએ આ ટ્રોફી જીતી હતી. આમ સતત ત્રણ વર્ષથી ભારતીય વંશના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આ અતિ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી હતી. ભારત વંશીઓ અમેરિકામાં માત્ર પૈસા કમાવા ગયા નથી, સાથે તેઓ સામાજિક, સાંસ્કૃતિક અને વિદ્યાનાં ક્ષેત્રે પણ ઝળકી ઉઠયા છે.


Google NewsGoogle News