ઈઝરાયલની એરસ્ટ્રાઈક વચ્ચે ઈરાનમાં ગોળીબાર, 10 સૈનિકોના મોત
Firing Incident In Taftan Area Of Iran's Sistan-Baluchistan Province : ઈઝરાયલે ઈરાન પર કરેલા હવાઈ હુમલા વચ્ચે વધુ એક હુમલાથી ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ હુમલો ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના તફ્તાન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઈરાનની ફારાજા ફોર્સના 10 સૈનિકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, 'અજાણ્યા તત્વો' દ્વારા ફોર્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, સરકારી એજન્સીએ હુમલા અંગે વધુ માહિતી આપી નથી.
હજુ સુધી કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી
અત્યાર સુધીમાં અધિકારીઓએ હુમલાને લઈને કોઈપણ શંકાસ્પદ શખસની ધરપકડ કરી નથી. અને આ હુમલાની હજુ સુધી કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. શનિવાર રાત્રે ઈઝરાયલે ઈરાનની સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં થયો હુમલો
સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. જ્યાં લાંબા સમયથી વંશીય અને રાજકીય હિંસા થઈ રહી છે. આ પ્રદેશમાં બલૂચ અલગતાવાદીઓ અને ધાર્મિક ઉગ્રવાદીઓના સંઘર્ષના અવારનવાર અહેવાલો સામે આવતા હોય છે. જે ઈરાની સરકાર માટે સમસ્યાઓ ઊભી કરે છે.
પોલીસ પેટ્રોલિંગ ટીમ સાથે અથડામણ
એક અહેવાલ અનુસાર, સશસ્ત્ર આતંકવાદીઓની પોલીસ પેટ્રોલિંગ ટીમ સાથે અથડામણ થઇ હતી. આ ઘટના બાદ ઈરાનના ગૃહ મંત્રીએ આ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી દીધી છે. જેથી તેના વિવિધ પાસાઓની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.
ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી
તફ્તાન શહેર નુક્કાબાદ શહેરની વચ્ચે આવેલું છે. અને તે સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના મુખ્ય શહેરોમાંનું એક છે. આ વિસ્તાર ઘણાં વર્ષોથી સુરક્ષાને લઈને અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે અહીં સ્થિતિ ઘણીવાર તણાવપૂર્ણ બની જતી હોય છે. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓ આ દુ:ખદ ઘટના પાછળના કારણોને સમજવા અને ગુનેગારોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.